માથા પર ટોપી, આંખો પર ચશ્મા અને ચહેરા પર માસ્ક પહેરીને સામાન્ય માણસની જેમ મેટ્રોમાં સફર કરવા માટે નીકળ્યા જેઠાલાલ.. દિલીપ જોશીની સાદગી જોઈને ચાહકો પણ બન્યા દીવાના

પોતાની સાદગી માટે જાણીતા અને સ્વામિનારાયણ ભગવાનના પરમ ભક્ત એવા દિલીપ જોશીએ કરી મેટ્રોની સવારી, જુઓ વીડિયો

ટીવી પર દર્શકોનો મનગમતો શો “તારક મહેતા કા ઉલટા ચશ્મા” આજે  દરેક ઘરની પહેલી પસંદ છે. આ શોને દર્શકો જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ શોના પાત્રોને પણ કરતા હોય છે. ત્યારે ઘણા એવા પાત્રો છે જે શો છોડીને ચાલ્યા ગયા છે અને તેમની જગ્યા નવા પાત્રોએ પણ લઇ લીધી છે. તો કેટલાક પાત્રો એવા પણ છે જે આ શો સાથે શરૂઆતથી જ જોડાયેલા છે.

એવું જે એક પાત્ર છે “જેઠાલાલ”નું જેને દર્શકો સૌથી વધુ પ્રેમ આપે છે અને તેમના અભિનયને પણ ખુબ જ પસંદ કરે છે. જેઠાલાલનું પાત્ર નિભાવી રહેલા અભિએન્ટ દિલીપ જોશી પણ હંમેશા લોકોની વચ્ચે છવાયેલા રહેતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ તેમના લાખો ફોલોઅર્સ છે જે તેમના જીવન પર પણ નજર રાખતા હોય છે.

ત્યારે હાલમાં કે અભિનેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ‘જેઠાલાલ’ પોતાની અમીરી છોડીને સામાન્ય માણસની જેમ મેટ્રોમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. દિલીપ જોશીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વિડિયોમાં અભિનેતા મેટ્રોની મુસાફરીનો આનંદ લેતો જોવા મળે છે.

આ ઉપરાંત દિલીપ જોશીએ એક તસ્વીર પણ શેર કરી છે જેમાં તેઓ મેટ્રોની સામે પોઝ આપતા જોવા મળે છે. પોસ્ટમાં તેમણે મેટ્રો રાઈડનો અનુભવ પણ શેર કર્યો છે. વીડિયો શેર કરતાં દિલીપ જોશીએ પોસ્ટ પર કેપ્શન પણ લખ્યું છે કે “આજે હું મુંબઈ મેટ્રોમાં મુસાફરીનો આનંદ માણી રહ્યો છું. હું ફક્ત એટલું જ કહી શકું છું કે તે બધા લોકોને અભિનંદન છે જેમણે એક મહાન કાર્ય કર્યું છે અને તે બધાને પણ જેમના જીવન પર આ સેવા દ્વારા સકારાત્મક અસર પડી છે.”

 

View this post on Instagram

 

A post shared by Dilip Joshi (@maakasamdilipjoshi)

ત્યારે હવે તેમનો આ વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેમની આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે અને સાથે જ લાઈક અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “બાપુજી રસ્તામાં ન મળે.” તો બીજ પણ ઘણા યુઝર્સ જેઠલાલની સ્ટાઇલ પણ ફની કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel