કોરોના વાયરસની બીજી લહરને કારણે હાલના દિવસોમાં દેશમાં હાહાકાર મચી ગયો છે એવામાં સોશિયલ મીડિયા પર હવે લોક સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ અને મહામારીનાં વધતા પ્રકોપ માટે સરકારને આડે હાથે લઇ રહ્યાં છે. જેનાં પર ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ પ્રતિક્રિયા આપી છે.
દિલીપ જોશીએ કહ્યું કે, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવુ જોઇએ અને માસ્ક પહેરવુ જોઇએ. મહામારીથી બચવા માટે બધા જ ઉપાય અપનાવવા જોઇએ. તેમણે કહ્યું કે, લોકોએ પોતે પોતાની જવાબદારી સમજવી જોઇએ અને સખ્તીનું પાલન કરવુ જોઇએ.
સરકારને દોષ આપવાથી કંઇ નહી થાય. આપણે લૉકડાઉનનુ પાલન કરવુ પડશે. માસ્ક પહેરવુ અને વેક્સિન લઇ લેવી જોઇએ. સતત સ્ટીમ લેવાની અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી હતી.
તમનેે જણાવી દઇએ કે, કોરોનાથી દરરોજ લાખો લોકો સંક્રમિત થાય છે. તે મહામારીમાં મરનારાઓની સંખ્યા પણ વધી રહી છે. એવામાં સૌ કોઇ માટે કોરોનાની બીજી લહેર ચિંતાજનક છે.