“તારક મહેતા”માં દયાબેનની વાપસીને લઇને જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ તોડી ચુપ્પી ! કહ્યુ- 5 વર્ષ થઈ ગયા પણ…

નાના પડદાની સૌથી લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એકવાર ચર્ચામાં છે. આ શોનું ચર્ચામાં આવવું પણ હિતાવહ છે, કારણ કે લાંબા સમય બાદ સિરિયલની સૌથી મજબૂત કડી એટલે કે દયાબેન ઉર્ફે દિશા વાકાણી તારક મહેતા સિરિયલમાં વાપસી કરવા જઈ રહી છે. તારક મહેતાના જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ આ શોમાં દિશાની પુનઃ એન્ટ્રી અને તેના વિના આ ટીવી સિરિયલ પર ચાહકોએ કેવી પ્રતિક્રિયા આપી તે અંગે મૌન તોડ્યું છે. તાજેતરમાં દિશા વાકાણીની તારક મહેતા શોમાં વાપસીના સમાચારે જોર પકડ્યુ છે.

ત્યારે દિલીપ જોષીએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, દયાબેન આ ટીવી સિરિયલમાં પરત ફરશે કે નહીં તે અંગે શોના નિર્માતાઓ મારા કરતાં તમને વધુ માહિતી આપશે. પરંતુ હું એટલું જ કહેવા માંગુ છું કે દિશાની ગેરહાજરીમાં પણ ચાહકોએ અમારો શો જોવાનું બંધ ન કર્યું અને અમને ઘણો પ્રેમ આપ્યો. જેના માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર માનીશ. આવી સ્થિતિમાં, જો દિશા પાછી ફરે છે, તો ફરી એકવાર જેઠાલાલ અને દયાબેન તમને બધાને હસાવવા માટે તૈયાર હશે. દિશા વિશે વાત કરતા દિલીપ જોશીએ કહ્યું, “દિશાએ શો છોડ્યાને 5 વર્ષ થઈ ગયા છે.

હવે તે શોમાં પરત ફરશે કે નહીં તે તો પ્રોડક્શન હાઉસ જ જાણે છે. મારે આ બધામાં પડવું નથી. મને ખુશી છે કે દર્શકો હજુ પણ એટલો જ પ્રેમ આપી રહ્યા છે જેટલો પ્રેમ જ્યારે દયા પણ આ શોનો ભાગ હતો ત્યારે આપતા હતા. શોના નિર્માતા અસિત મોદીએ પણ આ વિશે કહ્યું હતું કે તેઓ દિશાને શોમાં પાછા લાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. આ સમાચાર વચ્ચે દિશા વાકાણીના બીજી વખત માતા બનવાના સમાચાર સામે આવ્યા છે. તેણે પુત્રને જન્મ આપ્યો છે.

જણાવી દઇએ કે વર્ષ 2017થી દિશા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનો ભાગ નથી. દિશાએ તેના પહેલા બાળકના જન્મને કારણે શોમાંથી અલગ થઈ ગઈ હતી. હાલમાં જ દિશાએ તેના બીજા બાળકને જન્મ આપ્યો છે. જે બદલ દિલીપ જોષીએ તેને અભિનંદન પાઠવ્યા હતા. દિલીપ જોશીએ તેની સહ-અભિનેત્રી દિશા વાકાણી બીજી વખત માતા બનવા બદલ ખુશી વ્યક્ત કરી છે. દિશાને અભિનંદન આપતા દિલીપે કહ્યું, “હું ખૂબ જ ખુશ છું કે દિશાએ એક પુત્રને જન્મ આપ્યો છે. તે મારી સહ-અભિનેત્રી રહી છે અને દર્શકોએ અમારી જોડીને ખૂબ પસંદ પણ કરી છે. હું દિશા અને તેના પરિવાર માટે ખૂબ જ ખુશ છું.”

Shah Jina