શું પૂરો થશે હવે તારક મહેતામાં દયાબેનનો ઇન્તજાર ? જેઠાલાલે જણાવી એવી વાત કે ચાહકો થઇ ગયા ખુશ ખુશાલ

દર્શકો વચ્ચે ખુબ જ લોકપ્રિય બનેલો શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરની પહેલી પસંદ બની ગયો છે. આ શોની અંદરથી ઘણા કલાકારો આજે ચાલ્યા ગયા છે અને તેમની જગ્યા નવા કલાકરોએ પણ લઇ લીધી છે, પરંતુ આ શોનું એક પાત્ર એવું છે કે જેની જગ્યા આજ સુધી કોઈ લઇ નથી શક્યું કે ના શોના મેકર્સ તેમના પાત્રને રિપ્લેસ કરી શક્યા છે.

આ પાત્ર છે દયાબેનનું. જે અભિનેત્રી દિશા વાંકાણી નિભાવી રહ્યા છે. દિશા વાકાણી વર્ષ 2017થી શોમાં જોવા મળી નથી. તે મેટરનીટી લીવ પર ગઈ હતી, પરંતુ હજી સુધી તે શોમાં પાછી આવી નથી. દિશા વાકાણીની ફરી એકવાર શોમાં વાપસીને લઈને ઘણી અટકળો ચાલી રહી છે.

ત્યારે હવે દર્શકોને ફરી એકવાર દયાબેન શોમાં પરત ફરશે તેવી આશા બંધાઈ છે. તાજેતરના એપિસોડ્સને જોતા એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે દયાબેન ટૂંક સમયમાં શોમાં પાછા આવી શકે છે. જ્યારે ચાહકો દયાબેનના શોમાં પાછા ફરવા અંગે અપડેટ મેળવવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલે તાજેતરમાં એક મોટો સંકેત આપ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નવીનતમ એપિસોડમાં જેઠાલાલ રોશનને કહે છે કે તે નસીબદાર છે કે તેની પત્ની 2-4 દિવસમાં પાછી આવશે. આ વાત વાતચીત દરમિયાન જેઠાલાલ કહે છે કે જ્યારથી દયા અમદાવાદ ગઈ છે ત્યારથી તે ઘરે પરત આવી નથી. તારકે ફરી જેઠાલાલને કહ્યું કે હવે ભાભીને ઘરે પાછી લાવવી જોઈએ, કારણ કે અમદાવાદ બહુ દૂર નથી.

જેઠાલાલ ઉદાસ દેખાતા હતા અને તારકને કહ્યું કે જ્યારે પણ તે દયાને પરત લાવવા ત્યાં જવાની યોજના બનાવે છે, ત્યારે કોવિડ-19 નિયમો તેને રોકે છે અને તે મજા બગાડે છે. દયાબેનના પાછા ફરવા વિશે મોટો સંકેત આપતા જેઠાએ કહ્યું કે એકવાર કોવિડ-19 સમાપ્ત થઈ જશે, તે, દયા અને તેનો પરિવાર પ્રવાસ પર જશે. છેલ્લે જ્યારે કૃષ્ણન અય્યરે પૂછ્યું કે જેઠા શું કરવા જઈ રહ્યો છે, તો તેણે કહ્યું કે હવે બધું દયા પર નિર્ભર છે.

આ એપિસોડ જોયા પછી, ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે કે તેમને નવી દયા ભાભી મળી છે, અથવા દિશા વાકાણીએ શોમાં પાછા ફરવાનું નક્કી કર્યું છે. બંને કિસ્સામાં દર્શકો આનંદથી ઉછળી પડશે. કારણ કે તે છેલ્લા 5 વર્ષથી એકલા જેઠાલાલને જોઈ રહ્યો છે અને તે અવાજ ‘ટપ્પુ કે પાપા’ને મિસ કરી રહ્યો છે. થોડા સમય પહેલા નિર્માતા આસિત મોદીએ દયાબેનના વાપસી વિશે વાત કરતા ETimes ને કહ્યું હતું, ‘મને લાગે છે કે મારે હવે દયાબેન બનવું જોઈએ!”

Niraj Patel