ટીવીના લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના મુખ્ય અભિનેતા દિલીપ જોશી અને તેમનો પરિવાર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. દીલિપ જોશીની દીકરી નિયતિ જોશીના લગ્ન ગત 8 ડિસેમ્બરના રોજ નાસિકમાં યોજાયા હતા. આ લગ્ન બાદ જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ તાજમાં ભવ્ય રિસેપશન પણ રાખ્યું હતું. હાલમાં નિયતિના લગ્ન બાદ બીજી કેટલીક તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. નિયતિ આ તસવીરોમાં તેના પતિ યશોવર્ધન સાથે જોવા મળી રહી છે. નિયતિએ ગ્રીન કલરના દુપટ્ટા સાથે રેડ કલરનો ડ્રેસ પહેર્યો છે અને તેનો પતિ યશોવર્ધન સુટમાં જોવા મળી રહ્યો છે.
એક તસવીરમાં યશોવર્ધન તેની પત્ની નિયતિને કિસ કરતો પણ જોવા મળી રહ્યો છે. આ તસવીરોને ચાહકો દ્વારા ઘણો પ્રેમ આપવામાં આવી રહ્યો છે. લગ્નબાદ દિલીપ જોશીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર લગ્નની કેટલીક તસવીરો પણ શેર કરી હતી.તસવીરો શેર કરવાની સાથે દિલીપ જોશીએ એક સરસ મજાનું કેપશન પણ લખ્યું હતું.
લગ્નના જોડામાં દીકરીને જોઈને જેઠલાલ અને તેમના પત્નીની આંખો હર્ષથી છલકાઈ ઉઠી હતી, તો જેઠાલાલની પત્ની પણ દીકરીને લગ્નના જોડામાં જોઈને આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. એક તસ્વીરની અંદર દીકરી નિયતિ તેના પતિ યશોવર્ધન સાથે મંડપમાં બેઠેલી જોવા મળી રહી હતી, આ દરમિયાન આ કપલ ખુબ જ સુંદર લાગી રહ્યું છે, અને બંનેના ચહેરા ઉપર રોનક પણ જોવા મળી રહી છે. તો અન્ય એક તસ્વીરમાં દીકરીને લગ્નના જોડામાં જોઈને જેઠાલાલના પત્ની આશ્ચર્યમાં પડતા જોવા મળી રહ્યા છે.
બીજી એક તસ્વીરમાં જેઠાલાલ દીકરીના ચહેરા ઉપર હાથ મૂકી અને એક પિતા તરીકે પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.જેઠાલાલ દ્વારા શેર કરવામાં આવેલી એક તસવીરોમાં જેઠાલાલના પરિવારજનો નિયતિને લગ્ન મંડપમાં લઇ જતા જોવા મળી રહ્યા છે, આ દરમિયાન પણ સૌ ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. તો અન્ય એક તસ્વીરમાં બંને પરિવાર લગ્ન મંડપમાં ઉભો છે અને નિયતિ અને યશોવર્ધન પણ સાથે જોવા મળી રહ્યા છે.
ચાહકોને આ તસવીરો ખુબ જ પસંદ આવી રહી છે.નિયતિના લગ્ન યશોવર્ધન સાથે થયા છે. નિયતિ અને યશોવર્ધનની વાત કરીએ તો, તેઓ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા અને આ દરમિયાન જ તેમને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો. નિયતિ અને યશોવર્ધનના પ્રેમને બંનેના પરિવારજનોએ પણ સ્વીકાર્યો અને લગ્ન માટે મંજૂરી પણ આપી હતી, પરંતુ કોરોનાના કારણે તેમના લગ્ન અટકી ગયા હતા, હવે જયારે કોરોનાનો પ્રકોપ ઓછો થયો છે ત્યારે નિયતિ અને યશોવર્ધન લગ્નના બંધનમાં બંધાઈ ગયા.
યશોવર્ધન જાણીતા લેખક અશોક મિશ્રાના દીકરા છે. તેમને વર્ષ 2008માં આવેલી શ્યામ બનેગલની ફિલ્મ “વેલકમ ટુ સજ્જનપુર”માં ગીતો લખ્યા હતા, જેના દ્વારા પણ તેમને ખાસ ઓળખવામાં આવે છે.વાત કરીએ દિલીપ જોશીના જમાઈ યશોવર્ધનની તો તે એક ફિલ્મ-ડિરેક્ટર અને રાઇટર છે. તેણે શોર્ટ ફિલ્મ ‘મંડી’ ડિરેક્ટ કરી છે. દિલીપ જોશીની મોટી દીકરી નિયતિની વાત કરીએ તો તે ક્રોસવર્ડ બુક સ્ટોર્સમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી. આ પહેલાં તેણે ફ્રીલાન્સર તરીકે પણ કામ કર્યું છે.
જેઠાલાલની દીકરીનું ભવ્ય રિસેપ્શન મુંબઇની તાજ લેન્ડ હોટલમાં યોજવામાં આવ્યુ હતુ, જેમાં તારક મહેતાની સ્ટારકાસ્ટે ધૂમ મચાવી હતી. આ ઉપરાંત ટીવી અને થિયેટર ઇન્ડસ્ટ્રીના પણ ઘણા કલાકારો હાજર રહ્યા હતા. દીલિપ જોશીની દીકરી નિયતિ જોશી અને જમાઇ યશોવર્ધનના રિસેપ્શનમાં સુનૈના ફોજદાર, પલક સિધવાણી, સમય શાહ, કુશ શાહ, પ્રિયા આહુજા, માલવ રાજદા, અમિત ભટ્ટ, સહિતના અનેક સેલેબ્સે હાજરી આપી હતી.નિયતિના લગ્નના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં સંગીત સેરેમનીના વીડિયોમાં જેઠાલાલ ઢોલના તાલ ઉપર ડાન્સ ફ્લોર ઉપર નાચતા જોવા મળી રહ્યા છે.
દિલીપ જોશી ભૂરા રંગના કુર્તામાં જોવા મળી રહ્યા છે. દીકરીના લગ્નની ખુશી પણ તેમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ દરમિયાન સંગીત સંધ્યાના આ કાર્યક્રમમાં દિલીપ જોશી દાંડિયા અને ગરબાની ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે.મહેંદી તથા સંગીત અને હલ્દી સેરેમનીમાં પણ નિયતિ તથા યશોવર્ધનનું બોન્ડિંગ જોવાલાયક હતું. સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદી પણ સંગીત સેરેમનીમાં હાજર રહ્યા હતા. તેઓ પણ ગરબા રમ્યા હતા.
સંગીત સેરેમનીમાં નિયતિ જોષીએ પિતા દિલીપ જોષી સાથે ગરબા રમ્યા હતાં. જ્યારે દિલીપ જોષીએ પત્ની સાથે રાસ લીધા હતા. સંગીત નાઇટમાં દિલીપ જોષીએ ગીત પણ ગાયું હતું અને ઢોલના તાલે તેઓ ઝૂમ્યા હતા. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર નિભાવી ફેમસ થઇ ચૂકેલા અભિનેતા દિલીપ જોશીએ હાલમાં જ તેમની દીકરી નિયતિના ધામધૂમથી લગ્ન કરાવ્યા છે. નિયતિના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચામાં રહ્યા હતા અને તેને લોકોએ ઘણો પ્રેમ પણ આપ્યો હતો.
આ બધી તસવીરોમાં એવું હતુ કે જે જોઇ ચાહકો ચોંકી ગયા હતા અને એ હતા નિયતિના સફેદ વાળ. નિયતિના વાળે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેને જોઈને કેટલાક લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા તો કેટલાક તેના વખાણ કરી રહ્યા હતા.દિલીપ જોશીએ તસવીરો પોસ્ટ કરીને દીકરી માટે લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે જમાઈ તરીકે મળેલા પુત્ર યશોવર્ધનનું પણ સ્વાગત કર્યુ હતુ. નિયતિ દુલ્હન તરીકે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ‘તારક મહેતા’ના જેઠાલાલના ફેમિલી ફોટોઝ ફેન્સનું દિલ જીતી રહ્યા છે.
તસવીરોમાં દિલીપ જોશીની દીકરી નિયતિની સુંદરતાના પણ વખાણ થઈ રહ્યા છે, સાથે જ તેના વાળના રંગે લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. નિયતિના કાળા અને સફેદ વાળ જોઈને દિલીપ જોશીના ચાહકો મૂંઝવણમાં મૂકાઈ ગયા.કેટલાક લોકોએ ઈન્સ્ટાગ્રામ પર આ બાબતે સવાલો પૂછ્યા હતા તો કેટલાકે નિયતિની ઉંમર શોધવાનું શરૂ કર્યું.
દિલીપ જોશીની પોસ્ટ પર એક યુઝરે કોમેન્ટ કરી, સર આ રીતે હેર કલર કર્યા છે ? એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ, મેં તેને જોઈ ત્યારથી હું પણ વિચારી રહ્યો છું. એક યુઝરે લખ્યું , હા દીકરા અને દીકરી બંનેના વાળ સફેદ છે. કોઈએ એવું પણ લખ્યું છે કે નિયતિએ રંગ જમાવી દીધો અને ઘણા લોકોએ તેની પ્રશંસા કરી છે.બ્લિસફુલ યોગી નામના એક યુઝરે કોમેન્ટ કરી હતી કે ‘તમારા ગ્રે વાળને રમતા કરવા બદલ અને સામાજિક દબાણને કારણે તેને કલર ન કરવા બદલ આભાર. મને લાગે છે કે આપણે સ્વાભાવિક બનવું અને ખાસ પ્રસંગોએ પણ આપણે કોણ છીએ તે સ્વીકારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.