જેઠાલાલ એટલે કે દિલીપ જોશી આજે મનાવી રહ્યા છે તેમનો 53મો જન્મદિવસ, જાણો તેમના જન્મદિવસ પર તેમની કેટલીક ખાસ વાતો

લગ્ઝરી ગાડીઓના શોખીન છે “તારક મહેતા”ના જેઠાલાલ, એક દિવસમાં કમાય છે લાખો રૂપિયા

નાના પડદાનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ઘણીવાર ચર્ચામાં રહે છે. આ શો સતત 12-13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા પાત્રોને ઘણા પસંદ કરવામાં આવે છે પરંતુ જેઠાલાલની તો વાત જ કંઇક અલગ છે. પોતાની પર્સનાલિટી અને કોમિક ટાઇમિંગથી લોકોને પોતાના દીવાના બનાવી દે છે.

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના જેઠાલાલ એટલે કે દીલિપ જોશીનો આજે જન્મદિવસ છે. 26 મે 1968માં પોરબંદરમાં જન્મેલા દિલીપ જોશીએ ટીવી અને ફિલ્મોની દુનિયામાં ઘણો સમય વીતાવ્યો છે અને ઘણીવાર લાઇમલાઇટમાં પણ રહે છે.

દિલીપ જોશીએ ઘણા ધારાવાહિકમાં કામ કર્યુ છે. “દો ઔર દો પાંચ” “વાહ કયા બાત હે” “કોરા કાગજ” સહિત અનેક ટીવી શોમાં તેઓ જોવા મળ્યા છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, તેમણે બોલિવુડમાં પણ કામ કર્યુ છે. દિલીપ જોશી “મેંને પ્યાર કિયા” “હમ આપકે હે કૌન” “ફિર ભી દિલ હે હિંદુસ્તાની” જેવી કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ તેમની અસલી ઓળખ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોથી મળી. આ શોમાં તેમને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે.

દિલીપ જોશીએ ફિલ્મોમાં ડેબ્યુ સલમાન ખાનની ફિલ્મ “મેંને પ્યાર કિયા”થી કર્યુ હતુ. આ સલમાન ખાન અને ભાગ્યશ્રીની પણ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં દિલીપ જોશીએ સલમાનના નોકરનું પાત્ર ભજવ્યુ હતુ. તેમનો રોલ એટલો સ્ટ્રોન્ગ ન હતો પરંતુ તેમના ડ્રેસિંગ સેંસ અને હ્યુમરની ખૂબ પ્રશંસા થઇ હતી.

દિલીપ જોશી કેટલાક બોલિવુડ સેલેબ્સ સાથે કામ કરી ચૂક્યા છે. સલમાન ઉપરાંત દિલીપ શાહરૂખ ખાન, અક્ષય કુમાર, બોબી દેઓલ સાથે કામ કરી ચૂક્યા છે. તે શાહરૂખ ખાનની ફિલ્મ “ફિર ભી દિલ હે હિંદુસ્તાની”માં જોવા મળ્યા હતા. આ ઉપરાંત તે અક્ષય ખન્ના સાથે પણ કામ કરી ચૂક્યા છે.

આજે દિલીપ જોશીના બર્થ ડે પર આપણે તેમની રિયલ લાઇફ પત્ની વિશે જાણીશુ. એકબાજુ જયાં દિલીપ જોશી ઘરે ઘરે જાણિતા છે ત્યાં તેમની પત્ની ચર્ચાથી દૂર રહે છે. તેમની પત્નીનું નામ જયમાલા જોશી છે અને બંને એકબીજાની ઘણા નજીક છે. નાના પડદાના મશહૂર અભિનેતાની પત્ની હોવા છત્તા તેઓ લાઇમલાઇટથી દૂર રહે છે.

આ કપલને એક દીકરો અને એક દીકરી છે. દીકરીનું નામ નિયતી જોશી છે અને દીકરાનું નામ રિત્વિક જોશી છે. સોશિયલ મીડિયા પર તેઓ તેમની પત્ની અને પરિવાર સાથે તસવીર શેર કરતા રહે છે. તેમની પત્ની ખૂબસુરત છે અને સાથે સાથે સ્ટાઇલિશ પણ છે.

દિલીપ જોશી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોના સૌથી વધુ ફીસ લેનાર અભિનેતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલીપ જોશી મેકર્સથી એક એપિસોડના 1.5 લાખ રૂપિયા ચાર્જ લે છે. તેઓ શોના એક એવા અભિનેતા છે જે આટલી ફિસ લે છે. તેઓ એક મહિનાના 36 લાખ રૂપિયા સુધી કમાઇ લે છે.

દિલીપ જોશીને લગ્ઝરી ગાડીઓનો ઘણો શોખ છે. તેમની પાસે ઓડી ક્યુ 7 અને ઇનોવા કાર છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, એન્ટરટેઇનમેન્ટ ઇંડસ્ટ્રીમાં આટલો સમય કામ કરવા છત્તાં એક એવો સમય આવ્યો જયારે તેમની પાસે 1 વર્ષ સુધી કામ ન હતુ. તે બાદ તેમને “તારક મહેતા” શો ઓફર થયો. આ શોએ તેમની કિસ્મત બદલી દીધી. આ શો બાદથી તેઓ એક રોયલ લાઇફસ્ટાઇલ જીવે છે.

Shah Jina