મેટ્રોમાં બેસવા માટે આ વ્યક્તિએ ચલાવ્યું એવું દિમાગ કે જોઈને કે જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો, ખાલી કરાવી દીધી 5 સીટો, જુઓ વીડિયો

આપણા ભારતીયો પાસે દિમાગ ખુબ જ તેજ હોય છે. તમે ઘણી એવી ઘટનાઓ જોઈ હશે જેમાં બસ કે ટ્રેનમાં જગ્યા મેળવવા માટે લોકો પોતાનું દિમાગ વાપરતા હોય છે. કોઈ રૂમાલ નાખીને પોતાની જગ્યા રોકી લે તો કોઈ આખી સીટ ઉપર સુઈ જઈને પોતાની જગ્યા રાખી લેતા હોય છે. ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે જગ્યા માટે લોકો ઝઘડી પણ પડતા હોય છે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે તમને હસી હસીને લોથપોથ કરી દેશે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે આખી મેટ્રોની સીટો ભરાઈ ગઈ છે અને ક્યાંય બેસવાની જગ્યા નથી. પછી એક વ્યક્તિએ સીટ પર બેસવાનો એક ગજબનો વિચાર વિચાર્યો અને તે પ્રમાણે કામ કરવાનું શરૂ કર્યું. હકીકતમાં વ્યક્તિએ એવું વર્તન કરવાનું શરૂ કર્યું કે તેને ઉલ્ટી થઈ રહી છે. આ જોઈને સીટ પર બેઠેલી તમામ મહિલા યાત્રીઓ ગભરાઈ ગઈ અને સીટ છોડીને ઊભી થઈ ગઈ.

આ તકનો લાભ લઈને આ આ નૌટંકી વ્યક્તિ માટે એક બે નહિ પરંતુ આખી પાંચ સીટો ખાલી થઇ ગઈ. ખાલી કરેલી પાંચ બેઠકો ઉપર તે એકલો જ બેસી ગયા. વ્યક્તિની આ હરકત જોઈને તમામ મુસાફરોના હોશ ઉડી ગયા હતા. ત્યાં ઉભેલા લોકો પણ હેરાની સાથે તે વ્યક્તિને જોવા લાગ્યા. અને વ્યક્તિ આરામથી તે સીટો ઉપર બેસી ગયો. જો કે લોકોને આ વીડિયો ખુબ જ ફની લાગી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by VIDEO NATION (@videonation.teb)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને જોઈને લોકો કોમેન્ટ સેક્શનમાં અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. કેટલાકે હસતા ઇમોજી મોકલ્યા તો કેટલાકે કહ્યું વાહ, દીકરા મજા આવી. આ વીડિયોએ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું મનોરંજન પણ કર્યું છે. ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.0

Niraj Patel