કોઇ પણ માતા હોય તેમના જીવનમાં મધરહુડની કંઇક અલગ જ મજા હોય છે. આ એ પળ હોય છે જે પૈસા આપીને પણ ખરીદી શકાતા નથી. આ વર્ષે બોલિવુડની ઘણી અભિનેત્રીઓએ તેમના બાાળકને જન્મ આપ્યો છે. બાળકના જન્મ બાદ તેઓ ઘણુ એન્જોય કરી રહી છે. આવી જ એક અભિનેત્રી છે દીયા મિર્ઝા. દીયા મિર્ઝાએ પતિ વૈભવ રાખી સાથે લગ્ન બાાદ એક દીકરાને જન્મ આપ્યો હતો.
આ દિવસોમાં કપલ તેમના પેરેંટિંગને એન્જોય કરી રહ્યા છે. ત્યાં જ અભિનેત્રીએ તેના દીકરા અવ્યાન સાથે ઇન્સ્ટાગ્રામ પર એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે, જેમાં તે દીકરા સાથે જોવા મળી રહી છે. દીયા મિર્ઝાએ પહેલીવાર તેના દીકરા અવ્યાનની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. દીયાએ 14 જુલાઇના રોજ દીકરાને જન્મ આપ્યો હતો.
દીયાના ચાહકો ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા કે તેના દીકરા અવ્યાનનો ચહેરો બતાવે. દીયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરા સાથેની તસવીર શેર કરી છે. તસવીરને જોયા બાદ એ કહેવું ખોટુ નહિ હોય કે દીયા અને તેના દીકરાની આ ખૂબસુરત તસવીર છે. તસવીરમાં દીયા એક મેક્સી ડ્રેસમાં જોવા મળી રહી છે, જયારે તેનો દીકરાએ ટોપી પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતા દીયાએ કેપ્શનમાં લખ્યુ છે કે, આપણી કહાની હમણા જ શરૂ થઇ છે અવ્યાન.
દીયા મિર્ઝાએ આ તસવીર જેવી જ તેના એકાઉન્ટ પર પોસ્ટ કરી કે કોમેન્ટ સેશનમાં ચાહકોએ કમેન્ટોનો વરસાદ શરૂ કરી દીધો. ચાહકોથી લઇને સેલેબ્સ સુધી દીયાની પોસ્ટ પર રિએક્શન આપી રહ્યા છે. મનીષ મલ્હોત્રા, નેહા ધૂપિયા, મલ્લિક દુઆ, અનીતા હસનંદાની, અમૃતા અરોરા સહિત કેટલાક સેલેબ્સે હાર્ટ ઇમોજી પોસ્ટ કરી છે. અભિનેત્રી ડાયના પેંટીએ લખ્યુ, અવ્યાન, યુ ચેંપિયન.