પ્રેગ્નેટ દીયા મિર્ઝાની તસવીર જોઇ ટેન્શનમાં આવ્યા ચાહકો, મોઢા અને હાથ પર અભિનેત્રીને થઇ ઇજા ?

બોલિવુડ અભિનેત્રી દીયા મિર્ઝાએ થોડા સમય પહેલા જ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ અચાનક પ્રેગ્નેંસીની ખબર આપી અભિનેત્રીએ ચાહકોને હેરાન કરી દીધા હતા. પરંતુ દીયા મિર્ઝાએ હાલ એવી તસવીર શેર કરી છે જેને જોઇને તો ચાહકો ગભરાઇ ગયા હતા.

દીયા મિર્ઝાની આ તસવીરમાં જોઇ શકાય છે કે, તેના મોઢા અને હાથ પર ઇજા પહોંચી છે. આ તસવીરને જોઇ તો ચાહકો ડરી ગયા હતા અને પૂછવા લાગ્યા હતા કે આ ઇજા કેવી રીતે પહોંચી ?

તમને જણાવી દઇએ કે, દીયાની આ તસવીર જૂની છે અને તેણે વર્લ્ડ મેડિટેશન ડેના મોકા પર શેર કરી હતી. કારણ કે આ તસવીરમાં તે મેડિટેશન કરી રહી છે. આ તસવીર શેર કરતા તેણે કેપ્શન પણ લખ્યુ છે કે, મેડિટેશન સુપર પાવર છે, જેને હું ઇચ્છુ છુ કે બધા ડિસ્કવર કરે. હું ઘર પર હોઉ કે કામ પર, મેડિેટેશન મારો ડેલી રૂટીનનો હિસ્સો છે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

આ સાથે જ દીયાએ જણાવ્યુ છે કે, આ તેની બિહાઇન્ડ ધ સીન તસવીર છે. તેને તસવીરોમાં જે ઇજા પહોંચી છે, તે અસલી નથી. આ વેબ સિરીઝ “કાફિર”ની તસવીર છે. આ વેબ સીરીઝ વર્ષ 2019માં રીલિઝ થઇ હતી.

તમને જણાવી દઇએ કે, આ વર્ષે જ તેણે બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે અને તે બાદ તેણે પ્રેગ્નેટ હોવાનુ એલાન પણ કર્યુ હતુ. દીયાએ તેની પ્રેગ્નેંસીની ઘોષણા કરી તો તેને આ વાત પર ટ્રોલ પણ કરવામાં આવી હતી.

આ પર એક યુઝરે કહ્યુ હતુ કે, તેણે તેના લગ્નમાં રૂઢિવાદિતાને તોડી તો લગ્ન પહેલા તેની પ્રેગ્નેંસીની ઘોષણા કેમ ના કરી ? એક મહિલા લગ્ન પહેલા પ્રેગ્નેટ કેમ થઇ શકતી નથી ? આ પર દીયાએ એક નોટ શેર કરી હતી અને તેમાં લખ્યુ હતુ કે, અમે એટલા માટે લગ્ન કર્યા નહિ કેમ કે અમારુ બાળક થવાનુ હતુ અને અમે લગ્ન કર્યા કારણ કે અમારે સાથે રહેવાનુ છે. અમને લગ્નની તૈયારીઓ દરમિયાન એ ખબર પડી કે અમે અમારા બેબીનું સ્વાગત કરવાના છીએ. એ કારણે આ લગ્ન પ્રેગ્નેંસીને કારણે થયા નથી.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

તેણે વધુમાં જણાવ્યુ કે, અમે પ્રેગ્નેંસીનું એલાન ત્યાં સુધી ન કર્યુ કે જયાં સુધી તે સુનિશ્ચિત ના હોય કે મેડિકલી તે સુરક્ષિત છે.

Shah Jina