અરરરર ગર્ભવતી થઇ એટલે લગ્ન કરવા પડ્યા?? જાણો આ હિરોઈને શું જવાબ આપ્યો
વર્ષ 2002 માં મિસ એશિયાનો તાજ પોતાના નામે કરી ચુકેલી અભિનેત્રી દિયા મિર્જાએ પૂર્વ પતિ સાથે છૂટાછેડા લઈને બિઝનેસમેન વૈભવ રેખી સાથે આગળના ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કર્યા છે. લગ્ન પછી દિયા પતિ સાથે હનીમૂન માટે માલદીવ પણ પહોંચી હતી અને ત્યાંની તસવીરો પણ શેર કરી હતી.
લગ્નના અમુક જ દિવસોમાં દિયાએ પોતાની ગર્ભાવસ્થાનની ઘોષણા કરી હતી અને બેબી બમ્પ સાથેની તસવીર પણ શેર કરી હતી. એવામાં અચાનક જ ગર્ભવતી હોવાની ખબર ચાહકોને ગળે ઉતરી નહીં અને તેને ટ્રોલ કરતા અનેક સવાલો પૂછ્યા હતા.
અમુક યુઝરોએ કહ્યું કે, “ફેબ્રુઆરીમાં લગ્ન અને પછીના મહિને જ ગર્ભવતી હોવાની ઘોષણા આ કેવી રીતે શક્ય છે?” જ્યારે બીજા એક યુઝરે લખ્યું કે,”હવે સમજમાં આવ્યું કે દિયાએ ઉતાવળમાં અચાનક જ શા માટે લગ્ન કરી લીધા!” એક અન્ય યુઝરે લખ્યું કે,” શું દિયા લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ગઈ હતી?”
એવામાં એક યુઝરે દિયાને ટ્રોલ કરતા એવી વાત પૂછી લીધી કે દિયાએ તેનો કરારો જવાબ પણ આપ્યો હતો. યુઝરે પૂછ્યું કે,”સ્ટીરીયોટાઈપ ક્યાં સુધી ચાલશે? શા માટે મહિલા લગ્ન પહેલા પોતાની ગર્ભાવસ્થાની ઘોષણા નથી કરી શકતી? શા માટે એક મહિલા લગ્ન પહેલ ગર્ભવતી નથી થઇ શકતી?
જેનો કરારો જવાબ આપતા દિયાએ લખ્યું કે,”રોચક સવાલ. સૌથી પહેલા જણાવી દઉં કે અમે એટલા માટે લગ્ન નથી કર્યા કે અમને બેબી થવાનું હતું. અમે એટલા માટે લગ્ન કર્યા કેમ કે અમે સાથે રહેવા માંગતા હતા. જ્યારે અમે અમારા લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે જ અમને જાણ થઇ કે અમારે નાનું મહેમાન આવવાનું છે, આ લગ્ન આ બાળક માટે કરવામાં નથી આવ્યા”.
દિયાએ આગળ કહ્યું કે,”અમે પુરી રીતે બધું સુનિશ્ચિત કરીને જ કહેવા મંગતા હતા, આ મારા જીવનની સૌથી ખુશનુમા ક્ષણ છે. મેં મારા જીવનમાં ક્યારેય આટલો સારો અનુભવ નથી કર્યો. જો કોઈ મેડિકલ કારણ ન હોય તો હું શા માટે આ વાતને છુપાવીશ! મેં આ ક્ષણની વર્ષોથી રાહ જોઈ છે”.
આ સિવાય દિયાએ એવું પણ કહ્યું કે,”માં બનવું દુનિયાની સૌથી મોટી ભેંટ છે, આ અનુભવને વર્ણવવામાં કોઈપણ પ્રકારની શરમ ન હોવી જોઈએ. એક મહિલાને પોતાની વિશેષ પસંદગીની ધ્યાન રાખવું જોઈએ. તેને સિંગલ રહેવું છે, પેરેન્ટ્સ બનવું છે, લગ્ન કરવા માગે છે આ બધું તમારા દ્વારા લેવાયેલો જ નિર્ણય હોવો જોઈએ”.