દિયા મિર્ઝાના હનીમૂનની તસવીરો ખુબ વાયરલ થઇ, જુઓ
બોલીવુડના સિતારાઓ માટે માલદીવ હવે એક ટુરિસ્ટ સ્પોટ બની ગયું છે, ઘણા સિતારો માલદીવની સફરે જઈ આવ્યા છે, જેમની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી, હવે આ લિસ્ટની અંદર 1 મહિના પહેલા જ લગ્નના ફેરા ફરેલી અભિનેત્રી દિયા મિર્ઝા પણ જોડાઈ ચુકી છે. દિયા પણ પોતાના પતિ સાથે માલદીવમાં હનીમૂન મનાવવા માટે પહોંચી ગઈ છે.
થોડા સમય પહેલા જ દિયા મિર્ઝાએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા છે. દિયા અને વૈભવના લગ્ન ખુબ જ ખાસ રીતે થયા. તેમના આ લગ્નમાં કેટલાક નજીકના મિત્રો અને પરિવારના લોકો જ જોડાયા હતા.
લગ્નના તરત બાદ તેઓ પોતાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે હનીમૂન ઉપર નહોતા જઈ શક્યા, પરંતુ હવે લગ્નના એક મહિના બાદ બંને માલદીવ પહોંચી ગયા છે. જ્યાં તે બંને પોતાનો ગોલ્ડન સમય વિતાવી રહ્યા છે.
દિયા મિર્ઝા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. લગ્નની તસવીરો શેર કર્યા બાદ તેને માલદિવમાંથી પણ કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
આ તસવીરો શેર કરવાની સાથે દિયાએ લખ્યું છે કે, “હિન્દ મહાસાગર અને અવિશ્વસનીય લોકો. અહીંયા અમે નિરપેક્ષ સ્વર્ગમાં છીએ. અને મહેમાન નવાજીનો આનંદ લઇ રહ્યા છીએ. દરેક પળે અત્યારસુધી ઉત્તમ આનંદ રહ્યો છે.”
દિયા મિર્ઝા દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, તેનો બીચ અંદાજ પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
દિયાની આ તસ્વીરોને તેના પતિ વૈભવ રેખીએ ક્લિક કરી છે, દિયાએ જ તેમને મેંશન કર્યા છે. વૈભવ અને દિયાના આ બીજા લગ્ન છે.