દીયા મિર્ઝા થઇ ક્લિનિક બહાર સ્પોટ, જોવા મળ્યો બેબી બંપ, જુઓ તસવીર

બીજી વાર લગ્ન કરનારી 39 વર્ષની દિયાએ બેબી બમ્પ દેખાડ્યું- જુઓ

બોલિવુડ અભિનેત્રી દીયા મિર્ઝા આ દિવસોમાં તેની પ્રેગ્નેંસીને લઇને ઘણી ચર્ચામાં છે. અભિનેત્રીને હાલમાં જ મુંબઇમાં ક્લિનિક બહાર સ્પોટ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેની તસવીર ઘણી વાયરલ થઇ હતી. તસવીરમાં દીયાનો બેબી બંપ સ્પસ્ટ જોવા મળી રહ્યો હતો.

દીયાએ આ દરમિયાન શોર્ટ કુર્તી અને બ્લેક લેગિંઝ પહેરી હતી. તેણે કોરોના મહામારીને કારણે સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ. દીયા મિર્ઝા ક્લિનિક તેના રુટીન ચેકઅપ માટે ગઇ હતી. આ દરમિયાન તેની તસવીર ત્યાં હાજર પેપરાજી દ્વારા ક્લિક કરવામાં આવી હતી. દીયા મિર્ઝા બી ટાઉનમાં તેના અભિનય સાથે સાથે તેના ફેશનેબલ લુક માટે પણ જાણિતી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

ઇન્ટરનેટ પર દીયાની સ્ટાઇલ અને કમાલનું ફેશન સેંસ વાયરલ થતુ રહેતુ હોય છે. દીયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની ખૂબસુરત તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

તમને જણાવી દઇએ કે, ગત દિવસોમાં દિયા તેની ગૂડ ન્યૂઝને કારણે ઘણી ટ્રોલ થઇ હતી. લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ હોવાની વાતથી તેને ટ્રોલ કરવામાં આવી હતી. તેને પ્રેગ્નેન્સી રહી ગઇ હોવાથી દિયાએ વૈભવ સાથે લગ્ન કર્યા તેવી વાતો થતા દિયા ગુસ્સે થઇ હતી અને તેણે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.

દીયાએ લખ્યું હતું કે, તેણે વૈભવ સાથે એટલે લગ્ન નથી કર્યાં કારણ કે તે પ્રેગ્નેન્ટ હતી. તેમનાં લગ્ન તો પહેલેથી જ નક્કી હતાં. પણ વચ્ચે આ ગૂડ ન્યૂઝ તેમને મળ્યાં જેની તે વર્ષોથી રાહ જોઇ રહી હતી. દિયાએ 15 ફેબ્રુઆરી 2021નાં રોજ તેનાં બોયફ્રેન્ડ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતાં. લગ્નનાં દોઢ મહિના બાદ તેણે સોશિયલ મીડિયા પર તેની તસવીર શેર કરી પ્રેગ્નેન્સીની ખબર આપી હતી.

દીયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ “સંજૂ”માં જોવા મળી હતી. તે સંજય દત્તની પત્નીના રોલમાં હતી. તેના પાત્રને ઘણુ પસંદ પણ કરવામાં આવ્યુ હતુ.

Shah Jina