સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનો આપઘાત

ગુજરાતમાંથી આપઘાતના કિસ્સા અવાર નવાર સામે આવે છે જેમાં માનસિક તણાવથી લઇ પ્રેમ સંબંધ અને અવૈદ્ય સંબંધ સુધી અનેક કારણો હોય છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલના આપઘાતની ખબર સામે આવી, મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ જેને કારણે ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની જાણ થતા પોલીસ પણ પહોંચી હતી અને મૃતદેહને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરના સીટી પોલીસમાં ફરજ બજાવતા રીટાબેન એમ.ડાભી પોલીસ કોન્સ્ટેબલે (લોકરક્ષક) કોઈ અગમ્યત્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો,

જેને પગલે ધ્રાંગધ્રા Dysp સહિત ધ્રાંગધ્રા તાલુકા અને ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક દોડી ગયો હતો. લોકોના ટોળેટોળા પણ ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઘટનાને પગલે પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ છે. હાલ તો પોલિસને સુસાઇડ નોટ કે કંઇ મળ્યુ નથી.

Shah Jina