મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ બાદ હવે ખેતીમાંથી કમાણી કરી રહ્યો છે, સ્ટ્રોબેરી વેચીને થઇ આટલા લાખ રૂપિયાની આવક

આઇપીએલનો માહોલ શરૂ થઇ ગયો છે, અને ક્રિકેટરો આ દરમિયાન આઇપીએલમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પણ તૈયાર છે. ત્યારે ભારતના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ ખેતી તરફ વળ્યો છે અને ખેતીમાંથી તે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોની હાલમાં તો ચેન્નઈની ટીમનો ભાગ છે, પરંતુ એ સાથે પોતાની ખેતી દ્વારા રાંચીના લોકોને પોતાના ફાર્મ હાઉસની ઓર્ગેનિક શાકભાજી પણ ખવડાવી રહ્યો છે. ધોની પોતાના ફાર્મ હાઉસની અંદર અલગ અલગ પ્રકારના શાકભાજી અને ફળ ઉગાડી રહ્યો છે. તેના ફાર્મ હાઉસના ફળો અને શાક ભાજીની રાંચીમાં ખુબ જ માંગ છે.

ધોની પોતાના ફાર્મ હાઉસની અંદર સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યો છે. તેના ફાર્મહાઉસમાં 10 ટન સ્ટ્રોબેરીનું ઉત્પાદન થયું છે. આટલા મોટા પ્રમાણમાં સ્ટ્રોબેરીની ખેતી કરીને ધોનીએ લગભગ 30 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.

સ્ટ્રોબેરી ઉપરાંત ધોનીના આ ફાર્મ હાઉસમાં શક્કરટેટી અને તરબૂચની પણ ખુબ જ પેદાશ થાય છે. ફાર્મ હાઉસમાંથી રોજ 300 કિલો તરબૂચ અને 200 કિલો શક્કરટેટીની ઉપજ થઇ રહી છે.

43 એકરમાં ફેલાયેલા મહેન્દ્ર સિંહ ધોનીના આ ફાર્મહાઉસની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંયા કોઈપણ જાતના કેમિકલનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. જેના કારણે તેના ફાર્મ હાઉસના ફળ અને શાકભાજી ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેની બજારમાં પણ ખુબ જ વધારે માંગ રહે છે. ધોની એક એકરમાં સિમલા મરચાની પણ ખેતી કરે છે.

Niraj Patel