ભારત અને એશિયા સહિત પૂરી દુનિયામાં જ્યારે પણ કોઇ અમીર વ્યક્તિની વાત થાય છે, તો મોઢા પર સૌથી પહેલું નામ મુકેશ અંબાણીનું આવે છે. મુકેશ અંબાણી આજે દુનિયાના સૌથી સફળ ઉદ્યોગપતિમાં ટોપ પર આવે છે. મુકેશ અંબાણી પેટ્રોલિયમ, ટેલિકોમ્યુનિકેશન સાથે સાથે હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ પોતાનો હાથ અજમાવી રહ્યા છે. તેમણે લંડનમાં સૌથી કિંમતી આલીશાન મકાન ખરીદવા સાથે અમેરિકામાં મોંઘી હોટલ પણ ખરીદી છે.
આ સાથે જ મુંબઇમાં એંટીલિયા સૌથી મોંઘા અને આલીશાન મકાનમાંનું એક છે. પણ તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં તેમનું 100 વર્ષ જૂનું પૈતૃક મકાન છે. જે ઘણા ઓછા લોકો જાણે છે. અંબાણી પરિવારને પૂરી દુનિયામાં કોઇ ઓળખની જરૂર નથી. દેશના સૌથી અમીર પરિવારની કહાની ના માત્ર ફિલ્મી છે પણ એક નાના ગામથી નીકળી ધીરૂભાઇ અંબાણીના પૂરી દુનિયા પર છવાઇ જવાની એક દિલચસ્પ સફર છે.
ગુજરાતના 100 વર્ષ જૂના મકાનને ધીરૂભાઇ અંબાણી મેમોરિયલમાં ફેરવી નાખવામા આવ્યુ છે અને અહીં અંબાણી પરિવાર સાથે જોડાયેલ વસ્તુ દર્શાવવામાં આવી છે. ગુજરાતના ચોરવાડ ગામમાં આ 100 વર્ષ જૂના ઘરમાં ધારૂભાઇનું બાળપણ વીત્યુ અને આ જ ઘરથી તેઓ લગભગ પાંચસો રૂપિયા જેટલા લઇ નીકળઅયા હતા અને જ્યારે તેઓ પરત ફર્યા તો દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં સામેલ થઇ ચૂક્યા હતા.
ધીરૂભાઇ અંબાણીની પત્ની કોકિલાબેને પણ લગભગ આઠેક વર્ષ આ ઘરમાં વીતાવ્યા છે. લગ્ન બાદ ધીરૂભાઇ કોકિલાબેનને લઇને આ જ ઘરમાં આવ્યા હતા. જ્યારે તેઓ કામ માટે યમન રવાના થયા તે બાદ કોકિલાબેન આઠ વર્ષ આ ઘરમાં રહ્યા હતા. તે બાદ કોકિલાબેને પતિની યાદમાં ચોરવાડ ગામના આ ઘરને ધીરૂભાઇ અંબાણી મેમોરિયલ બનાવી દીધુ. અંબાણી પરિવારના આ ઘરમાં બે ભાગ છે. એક ભાગ અંબાણી પરિવારે પોતાના રહેવા માટે રાખ્યો છે,
ત્યાં બીજો ભાગ પર્યટકો માટે છે. આ ઘરની અંદર સોવિનિયર શોપમાં અંબાણી પરિવાર સાથે જોડાયેલી વસ્તુઓ છે. હજી પણ કોકિલાબેન અહીં સમય વીતાવવા આવે છે. ઘરની અંદર ખૂબસુરત ગાર્જન પણ છે. ભારતના સૌથી સફળ કારોબારી ધીરૂભાઇ અંબાણીના નિધન બાદ સંપત્તિ અને કારોબારના ભાગને લઇને મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે દૂરીઓ ઘણી વધી ગઇ હતી.
આ બંને ભાઇઓની દૂરી વર્ષ 2011માં સંપત્તિ અને કારોબારના ભાગ બાદ સમાપ્ત થઇ. બંને ભાઇઓની દિનચર્યા પાટા પર ફર્યા બાદ 28 સપ્ટેમ્બર 2011એ ધીરૂભાઇ અંબાણીની પત્ની કોકિલાબેન અંબાણીએ પતિની યાદમાં ગુજરાતના ચોરવાડ ગામ સ્થિત 100 વર્ષ જૂનું મકાન મેમોરિયલ બનાવી દીધુ અને તેનું નામ ધીરૂભાઇ અંબાણી મેમોરિયલ રાખવામાં આવ્યુ.
મીડિયા રીપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણીએ 100 વર્ષ જૂના મકાનના એક ભાગને પર્યટકો માટે ખોલી દીધ. આ મકાનમાં વિઝિટ કરનાર કોઇપણ વ્યક્તિ અંબાણી પરિવારના ઇતિહાસની જાણકારી હાંસિલ કરી શકે છે. આ સાથે આ મકાનથી ભારત અને ખાસ કરીને ગુજરાતની સ્થાપત્ય કલાની પણ જાણકારી મળે છે.