બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યા અંબાજી, માતાજીના દર્શન કરી કરી પૂજા અર્ચના

માં અંબાજીનો આશીર્વાદ લેવા પહોંચ્યા બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી, કરી પૂજા અર્ચના

Dhirendra Shastri Ambaji: સુરતમાં દિવ્ય દરબાર યોજીને બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સુરક્ષા ખૂબ જ કડક હતી. બાગેશ્વર ધામ સરકારને તાજેતરમાં Y-શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે, જો કે તેના પર વિવાદ થઈ રહ્યો છે. અમદાવાદ પહોંચેલી સ્થાનિક પોલીસ ઉપરાંત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સુરક્ષા હતી.

સુરતમાં રોકાણ કર્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના મુખ્ય યાત્રાધામ અને દેશના શક્તિપીઠ પૈકીના એક એવા અંબાજી પહોંચ્યા હતા અને માં અંબેના આશીર્વાદ લીધા હતા. ગુજરાત પ્રવાસ દરમિયાન બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રથમ દરબારનું આયોજન સુરતમાં કર્યું હતું. સુરતના કાર્યક્રમમાં બાગેશ્વર ધામ સરકારના દરબારમાં લાખોની ભીડ ઉમટી પડી હતી.

સુરતના લિંબાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પણ પહોંચ્યા હતા. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ રવિવારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં મા અંબાજીના દર્શન કર્યા હતા. તેમણે મંદિરમાં આરતી બાદ ગર્ભગૃહમાં વિશેષ પ્રાર્થના કરી હતી. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદથી હેલિકોપ્ટર દ્વારા દાંતા હેલિપેડ પહોંચ્યા હતા.

ત્યાંથી કાર દ્વારા શક્તિપીઠ અંબાજી મંદિરે પહોંચી દર્શન કર્યા હતા અને બપોરની આરતીમાં ભાગ લીધો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા ચુન્રી પહેરાવી બાબાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન માટે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. લોકો બાબાના દર્શન કરવા આતુર દેખાતા હતા.બાબા બાગેશ્વરે કહ્યુ કે, માનો પુત્ર અંબાજી નહી આવે તો શું પાકિસ્તાન જશે.

Shah Jina