ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઇની દબંગાઇ ! લગ્નના મંડપમાં મચાવ્યો ઉત્પાત, પિસ્તોલ લહેરાવી આપી ગંદી ગંદી ગાળો- જુઓ વીડિયો

હાથમાં તમંચો અને મોંમાં સિગારેટ…ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈએ લગ્નના મંડપમાં પહોંચી મચાવ્યો ઉત્પાત, દલિત પરિવારને…જુઓ વીડિયો

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઇનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જ્યાં પિસ્તોલની નોક પર મહારાજનો ભાઇ વીડિયોમાં ધમકાવતો નજર આવી રહ્યો છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નાના ભાઇ શાલીગ્રામ ગર્ગ પર એક દલિત યુવકની જાન લઇને પહોંચેલા જાનૈયાએ ગંભીર આરોપ લગાવ્યો છે. આ વીડિયો કોઇ સમારોહમાં થયેલ વિવાદના દરમિયાનનો જણાવવામાં આવી રહ્યો છે.

હાલ તો પોલિસ આ વાયરલ વીડિયોને સંજ્ઞાનમાં લઇ તપાસ કરી રહી છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નાના ભાઇ શાલીગ્રામ ગર્ગે છતરપુર જિલ્લાના ગઢા ગામમાં કલ્લૂ આહિરવારની દીકરીના ઘરે પહોંચી જાનમાં અભદ્રતા કરી હતી. દારૂના નશામાં તે કટ્ટો લહેરાવી આવ્યો અને લોકો સાથે અભદ્રતા કરી રહ્યો હતો. એટલું જ નહિ મહિલાઓ સાથે અભદ્રતા કરી અને ગાળો પણ આપી. આ ઉપરાંત કટ્ટો બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યો હતો. આ સાથે તેણે હવાઇ ફાયરિંગ અને લગ્ન રોકવાની કોશિશ પણ કરી.

આ કારણે બધા જાનૈયાએ દહેશતમાં આવી ગયા અને ખાવાનું-પીવાનું છોડી પોતાના ગામ પરત ફર્યા. આહિરવાર પરિવારના ત્યાં લગ્ન સમારોહમાં હંગામો મચાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કે એક વ્યક્તિ મોંમાં સિગારેટ લગાવી અને હાથમાં તમંચો લઇ લોકોને ધમકાવી રહ્યો છે. આ સાથે જ ગાળો પણ આપી રહ્યો છે અને એક વ્યક્તિને પકડીને તેની સાથે મારપીટ કરવાની કોશિશ પણ કરતો દેખાઇ રહ્યો છએ. એટલું જ નહિ તે કહી રહ્યો છે કે રાઇ નહિ વાગે.

આ ગઢા ગામમાં વાગશે તો માત્ર બાગેશ્વર ધામનું ગીત. તે સમયે ત્યાં હાજર લોકોએ બાગેશ્વર ધામનું ગીત વગાડવાની ના કહી તો આ વ્યક્તિએ લોકો સાથે અભદ્રતા કરવાની શરૂ કરી દીધી. વીડિયો વાયરલ થયા બાદ પોલિસ પણ હરકતમાં આવી અને યુવકની ઓળખ કરવા સાથે કાર્યવાહી કરવાની પણ વાત કરી. ઘટના બાદ દહેશતમાં આવેલ દુલ્હન પક્ષાના લોકો મીડિયામાં આવવાથી બચી રહ્યા છે અને સાથે જ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પણ નથી જઇ રહ્યા. આને લઇને ડીસીપીનું કહેવુ છે કે હાલ તો પોલિસમાં કોઇ સૂચના નથી આપવામાં આવી. ત્યાં ફરિયાદ આધારે આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે. જેવી તપાસ પૂરી થાય કે કાર્યવાહી કરવામાં આવશે.

Shah Jina