લગ્ન પાછળ જરાય રૂપિયા ખર્ચવા તૈયાર નહોતો પતિ શાહનવાઝ શેખ ? સંસ્કારી ગોપી વહુએ કર્યા છે કોર્ટ મેરેજ, હવે જણાવ્યું અંદરનું સાચું કારણ

ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જીએ હાલમાં જ તેના જીમ ટ્રેનર બોયફ્રેન્ડ શાહનવાઝ શેખ સાથે લગ્ન કરી બધાને હેરાન કરી દીધા હતા. બંને એક પ્રાઇવેટ સેરેમનીમાં મિત્રો અને નજીકના લોકો વચ્ચે કોર્ટ મેરેજ કર્યા. દેવોલિનાના ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે, ત્યારે અભિનેત્રીને ઘણી ટ્રોલીંગનો પણ સામનો કરવો પડી રહ્યો છે. હવે અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં એવા ટ્રોલર્સને જવાબ આપ્યો છે જેમણે શાહનવાઝ પર લગ્નમાં પૈસા ન ખર્ચવાનો આરોપ લગાવ્યો હતો.

તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, દેવોલિનાએ તે વસ્તુઓ પર તેની પ્રતિક્રિયા આપતા કહ્યું કે શાહનવાઝે તેના પર પૈસા ખર્ચ્યા નથી. એક ઈન્ટરવ્યુ દરમિયાન વાત કરતા અભિનેત્રીએ કહ્યું હતું કે, “તે (શાહનવાઝ) ઈન્ડસ્ટ્રીમાંથી નથી પરંતુ સારી રીતે સેટલ છે. ફિટનેસ ઈન્ડસ્ટ્રીમાં તેનું પોતાનું કામ છે. જો મેં લગ્નને ભવ્ય બનાવ્યા હોત અને પૈસા ખર્ચ્યા હોત તો મને લોકો ગોલ્ડ ગોલ્ડ ડિગર કહેત. વધુમાં, દેવોલીનાએ એમ પણ કહ્યું કે જ્યારે તે કોઈ નિર્ણય લે છે, ત્યારે તે નથી વિચારતી કે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારાઓ કેવી પ્રતિક્રિયા આપશે.

અભિનેત્રીએ કહ્યું હતું કે “અમે બંને અમારી ખુશી અને ભવિષ્ય વિશે ચિંતિત છીએ. મને લાગે છે કે જો આપણે સારા હોઈએ તો બ્રહ્માંડના આશીર્વાદ આપણને આગળ વધવામાં અને સાથે રહેવામાં મદદ કરે છે.” દેવોલિના છેલ્લા બે-ત્રણ વર્ષથી શાહનવાઝને ડેટ કરી રહી હતી. અભિનેત્રી શાહનવાઝને ચાર વર્ષ પહેલા એક જીમમાં મળી હતી અને તેની સાથે મિત્રતા કર્યા બાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.

દેવોલીનાએ તેના સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને ફેન્સ સાથે તેના લગ્નની માહિતી શેર કરી હતી અને લગ્નની તસવીરો શેર કરતી વખતે લખ્યું હતું કે જો તે દીવો લઇને શોધતી તો પણ તેને આવો પતિ ન મળત. તેના પરિવારની પ્રતિક્રિયા વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું, “અમે બંને પુખ્ત, જવાબદાર અને સ્વતંત્ર છીએ. તેથી અમારા માતાપિતાએ અમારા નિર્ણય પર વિશ્વાસ કર્યો અને અમને આશીર્વાદ આપ્યા. અમારે કોઈપણ પ્રકારની ચેલેન્જમાંથી પસાર થવું પડ્યું ન હતું.

Shah Jina