ફેબ્રુઆરી મહિનો ‘લવ મંથ’ તરીકે ઓળખાય છે. વેલેન્ટાઈન ડે આવવાને હવે થોડા જ દિવસો બાકી છે પરંતુ એવું લાગે છે કે કપલે ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે. દેવોલિના ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહ એક એવું કપલ છે જેમના સંબંધોની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. બંનેએ તેમના સંબંધો વિશે ક્યારેય કશું કહ્યું નથી અને હંમેશા મૌન રહ્યા છે. પરંતુ આજે તેમણે તેમના ચાહકોને સરપ્રાઈઝ આપી છે. તેઓએ સોશિયલ મીડિયા પર તેમની સગાઈની તસવીરો શેર કરીને તેમના સંબંધોને ઓફિશિયલ કર્યા છે. ફેન્સને કપલની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. સગાઈ સેરેમનીની તસવીરો કપલ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે, જેમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.
તસવીરોમાં તમે જોઈ શકો છો કે વિશાલ દેવોલિનાને ઘૂંટણ પર બેસી બુકે સાથે પ્રપોઝ કરે છે. આ દરમિયાન દેવોલીનાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તસવીરોમાં તે વિશાલ સાથે સુંદર પોઝ આપી રહી છે અને તેની સગાઈની વીંટી ફ્લોન્ટ કરી રહી છે. બંનેએ આ તસવીરો શેર કરતા લખ્યું છે કે ‘It’s official’. આ તસવીરો આવતાની સાથે જ ચાહકો અને મિત્રોની કોમેન્ટ પણ આવવા લાગી હતી.
ઉલ્લેખનીય છે કે દેવોલિના બિગબોસ 15માં એક ટાસ્ક દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી અને તે બહાર થયા બાદ તેની સર્જરી કરવામાં આવી હતી. હવે તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરી છે. તમને જણાવી દઈએ કે દેવોલિના અને વિશાલ સિંહ બંને ટીવી સીરિયલ સાથ નિભાના સાથિયામાં સાથે કામ કરી ચૂક્યા છે. જ્યાં વિશાલે જીગર મોદીના નામથી દેવોલીનાના દિયરની ભૂમિકા ભજવી હતી, ત્યાં અભિનેત્રીએ વિશાલની ભાભી એટલે કે ગોપી બહુના પાત્રથી દર્શકોના દિલ જીતી લીધા હતા.
જણાવી દઇએ કે, વિશાલ સિંહ બિગબોસ 15માં દેવોલીનાને સપોર્ટ કરવા આવ્યો હતો. ત્યારે અભિનેત્રીએ વિશાલને પોતાનો સારો મિત્ર ગણાવ્યો હતો. હવે કોણ જાણતું હતું કે દેવોલિના અને વિશાલ વચ્ચેનો સંબંધ મિત્રતા કરતા પણ વધારે છે. દેવોલીના અને વિશાલની સગાઇની વાયરલ તસવીરો પાછળની કહાની તો કંઇક અલગ જ છે. બંનેનું એક ગીત ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. દેવોલિનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં દેવોલિના ભટ્ટાચારીએ જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં ઇટ્સ ઑફિશિયલ નામના મ્યુઝિક વીડિયોમાં કામ કરશે.
View this post on Instagram
દેવોલિનાએ તેના ગીતની જાહેરાત કરવા માટે નકલી સગાઈનો ડ્રામા બનાવ્યો. દેવોલિનાએ હજુ સુધી કોઈ સાથે સગાઈ કરી નથી.આ ખોટા સમાચાર ફેલાઈ ગયા હતા. દેવોલિનાના ખુલાસાથી ચાહકોનું દિલ તૂટી ગયું છે. એકવાર માટે, ચાહકો ખરેખર માનતા હતા કે દેવોલિના ભટ્ટાચારજી અને વિશાલ સિંહની સગાઈ થઈ ગઈ છે.
View this post on Instagram
આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા છે. એક વીડિયો શેર કરીને દેવોલિના ભટ્ટાચારજી અને વિશાલ સિંહે તેમના ફેન્સનો આભાર માન્યો છે. દેવોલિના અને વિશાલ સિંહ ચાહકો ઈચ્છે છે કે તેમના મ્યુઝિક વીડિયોને એ જ રીતે લોકો પ્રેમ આપે.