મનોરંજન

વરરાજાની જેમ શેરવાની પહેરીને ફરતા કમાભાઈએ લગ્નને લઈને મંચ ઉપરથી જ કહી દીધી એવી વાત કે ખુદ ડાયરા કલાકાર પણ રહી ગયા હેરાન, જુઓ વીડિયો

કોઠારીયા ગામનો કમો આજે ગુજરાતમાં જ નહિ દુનિયાભરમાં એક મોટું નામ બની ગયો છે. ગુજરાતમાં થતા ડાયરા ઉપરાંત કમાની બોલબાલા હાલ વિદેશમાં પણ જોવા મળી રહી છે. હાલમાં જ કિર્તીદાન ગઢવી અમેરિકામાં એક ડાયરાનો કાર્યક્રમ કરી રહ્યા હતા ત્યારે જ કમાના એક ચાહક એવા કાકાએ કમાને યાદ કરતા 500 ડોલરની ભેટ પણ કિર્તીદાન પાસે મોકલાવી હતી. જેના બાદ કિર્તીદાને પણ ડાયરામાં કમાના વખાણ કર્યા હતા.

ત્યારે થોડા દિવસ પહેલા જ કમો સુરતનો પણ મહેમાન બન્યો હતો અને ત્યાં પણ તેને ડાયરા ઉપરાંત એક પ્રિ-નવરાત્રીમાં પણ હાજરી આપી હતી. સુરતમાં કમાનુ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને ખુલ્લી કારમાં કમાણી રોયલ એન્ટ્રી પણ પડતી જોવા મળી હતી. કમો જયારે એક મોબાઈલ શોપમાં હાજરી આપવા માટે પહોંચ્યો ત્યારે માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું હતું.

કમો સુરતના કાર્યક્રમોમાં શેરવાની પહેરીને પહોંચ્યો હતો. જેમાં કમાનો દેખાવ વરરાજા જેવો જ લાગી રહ્યો હતો. દિવ્યાંગ હોવા છતાં પણ કમાની આ નામના, આ લોકપ્રિયતા ખરેખર ઈશ્વરની બક્ષિસ માનવામાં આવે છે, ત્યારે હવે લોકોના મનમાં પણ એક પ્રશ્ન સતત ઉઠી રહ્યો છે કે શું કમો લગ્ન કરશે કે નહીં ? ત્યારે આ વિશે કમાએ જ એક ડાયરાની અંદર લગ્ન કરવા કે ના કરવા વિશે જણાવ્યું હતું.

કમો દેવાયત ખવડના એક ડાયરાની અંદર બેઠો હતો. ત્યારે દેવાયત ખવડ પણ તેની બાજુમાં જ બેઠા હતા. આ દરમિયાન કમા સાથે દેવાયત ખવડે કાનમાં કોઈ વાત કરી. કદાચ આ વાત કમાના લગ્નને લઈને મૂંઝવતા સવાલ વિશેની જ હશે. જેના બાદ દેવાયત ખબર કમાના લગ્નને લઈને ડાયરામાં બેઠેલા શ્રોતાઓને પણ કહે છે.

 

View this post on Instagram

 

A post shared by Siddhnath Films (@siddhnath_films)

દેવાયત ખવાડ કહે છે કે, “કમાનુ એવું કહેવું છે કે લગ્ન કરું તો કામે જવું પડે, મારા માથે બોજ વધી જાય એટલે કમો કમાની રીતે બરાબર છે મને ઉપાધિમાં ના નાખો. હવે આમ કોણ કહે છે કે કમામાં બુદ્ધિ ઓછી છે, કમો કેટલો હોશિયાર છે. એને ખબર છે કે આ ગાળિયામાં પગ ના નાખ્યા એમ.” આ સાંભળીને કમો પણ તેમની હામાં હા મિલાવતો જોઈ શકાય છે.

દેવાયત છેલ્લે કમાને એમ પણ કહેતા જોવા મળે છે કે “કમા બગીચો સારો રાખજે કોયલો આવશે !” જે સાંભળીને કમો પણ ખુશીમાં હાથ લહેરાવતો જોવા મળે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો પણ હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને પણ અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને એક લાખ કરતા પણ વધુ લોકોએ લાઈક કર્યો છે, આ સાથે જ ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે.