જેલમાંથી બહાર આવીને દેવાયત ખવડે કર્યો ડાયરો, થયો રૂપિયાનો વરસાદ, “ઝુકેગા નહિ સાલા…” જુઓ વીડિયો

રાજકોટમાં એક યુવાન પર હુમલો કરવાને લઈને જેલમાં 72 દિવસ વિતાવ્યા બાદ હવે જામીન પર બહાર આવેલા ડાયરા કલાકાર અને લોકસાહિત્યકાર દેવાયત ખવડના ડાયરાની ફરીવાર રમઝટ જામી ઉઠી છે. હજારોની જનમેદની વચ્ચે દેવાયતે ભાવનગરમાં ડાયરો કર્યો હતો. જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેમાં દેવાયત પુષ્પા સ્ટાઈલમાં “ઝુકેગા નહિ” કહેતો જોવા મળી રહ્યો છે.

ગત રવિવારના રોજ ભાવનગરના પાલીતાણા ખાતે કમળાઈ માતાજીના મંદિરે એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, દેવાયત ખવડ જેવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. જેલમાંથી જામીન પર બહાર આવેલા દેવાયતનો આ પહેલો ડાયરો હતો. જેમાં દેવાયતે જમાવટ કરી દીધી હતી. ત્યારે 72 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ બહાર આવીને પોતાનો પહેલો ડાયરો કરી રહેલા દેવાયતે કેટલાક નિવેદનો પણ આપ્યા હતા.

આ ડાયરામાં દેવાયત ખવડે સૌ પ્રથમ માતાજીની આરાધના કર્યા બાદ સ્ટેજ પરથી શ્રોતાજનોને સંબોધતા કહ્યું હતું કે “આમ તો હું શું બોલીશ એની આખું ગુજરાત રાહ જોઈને બેઠું છે, પરંતુ હું કોઈ વાયડાઈ કરીશ નહીં, માત્ર વ્યવહારની જ વાત કરીશ, પણ હા, પહેલા પણ કહેતો અને આજે પણ કહું છું “ઝૂકેગા નહીં સાલા..” આ રીતે દેવાયતે પોતાની દાઢી પર હાથ ફેરવ્યો અને પુષ્પા સ્ટાઇલમાં જમાવટ કરી હતી.

એટલું જ નહિ આ ડાયરાની અંદર જયારે દેવાયત પોતાના સુર રેલાવી રહ્યો હતો ત્યારે લોકોએ તેના પર રૂપિયા અને ડોલરનો વરસાદ પણ કર્યો હતો. દેવાયત ખવડ આ ડાયરામાં રાત્રે 12 વાગ્યાની આસપાસ પહોંચ્યો હતો. ત્યારે તેનું ત્યાં ફૂલોથી અને માથે સાફો પહેરાવીને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. દેવાયતે એમ પણ કહ્યું કે, “આમ તો જેલમાંથી છૂટ્યા બાદ આજે પ્રથમ ડાયરો માતાજીનાં ચરણોમાં યોજાયો છે. ત્યારે તેમનાં ચરણોમાં મારા કોટી કોટી વંદન અને આખી કામળિયાવાડને મારા લાખ લાખ વંદન.”

Niraj Patel