દેવાયત ખવડને આખરે મળી ગયા કોર્ટમાંથી જામીન, પરંતુ રાખી દીધી એવી શરત કે જાણીને તમે પણ હેરાન રહી જશો.. જાણો સમગ્ર મામલો

રાજકોટમાં ધોળા દિવસે એક યુવક પર હુમલો કરીને ફરાર થઇ જનારા લોકસાહિત્યકાર અને ડાયરા કલાકાર દેવાયત ખવડની 72 દિવસ પહેલા પોલીસે ધરપકડ કરી હતી. દેવાયતે તેના કેટલાક સાથીદારો સાથે મળીને મયુરસિંહ નામના યુવક પર હુમલો કર્યો હતો. જેની ફરિયાદ મયૂરસિંહે નોંધાવી હતી. હુમલો કરીને ખવડ ફરાર થઇ ગયો હતો.

દેવાયત ખવડે 10 દિવસ ફરાર રહ્યા બાદ પોલિસ સમક્ષ સરેન્ડર કર્યું હતું અને પછી તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. ગત 19 ડિસેમ્બરના રોજ ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા તેમને જેલ હવાલે કરાયા હતા. જેના બાદ તેના જામીનની માગણી પણ વકીલ દ્વારા કરવામાં આવી હતી.

કોર્ટ દ્વારા અગાઉ અનેક વખત દેવાયત ખવડની જામીન અરજીને નામંજુર કરવામાં આવી હતી. ત્યારે હાલ 72 દિવસ બાદ દેવાયતની જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે, પરંતુ આ સાથે કોર્ટ દ્વારા એક શરત પણ રાખવામાં આવી છે. દેવાયતને 6 મહિના સુધી રાજકોટમાં નહિ પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.

હાઇકોર્ટમાં એડવોકેટ મેહુલ શાહ અને રાજકોટથી એડવોકેટ અજય જોશી અને સ્તવન મહેતાની દલીલો ધ્યાને લઈ કોર્ટે દેવાયત ખવડના શરતી જામીન મંજુર કર્યા છે. તમને જણાવી દઈએ કે હુમલો કર્યા બાદ દેવાયત ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસ તેને શોધવા માટે તેના બંગલામાં પણ પહોંચી હતી પરંતુ ત્યાં તાળું હતું. આ ઉપરાંત તેના મોબાઈલ નંબર પણ બંધ હતા.

Niraj Patel