ખબર

શુ તમે જીતવા માંગો છો 5 લાખ રૂપિયા ? તો કરવું પડશે બસ આટલુ કામ…નરેન્દ્ર મોદી સરકાર તમારું ખિસ્સું ભરી દેશે

કેંદ્ર સરકાર લોકોને 5 લાખ રૂપિયા જીતવાનો મોકો આપી રહી છે. આ રાશિ જીતવા માટે તમારે એક કોન્ટેસ્ટમાં ભાગ લેવો પડશે. જેમાં તમને આ રાશિ ઇનામ રૂપે આપવામાં આવશે. ભારત સરકારના સ્વસ્છ ભારત મિશન અને સંયુક્ત રાષ્ટ્ર SDGના સમર્થનમાં હિંદુસ્તાન યુનિલીવર લિમિટેડે ઇન્વેસ્ટ ઇંડિયા, સ્ટાર્ટઅપ ઇંડિયા અને AGNlI સાથે મળીને એક “ગ્રેંડ વોટર સેવિંગ ચેલેન્જ” શરૂ કરી છે.

આ કોન્ટેસ્ટમાં ઇંડિયન ટોયલેટ માટે એક ઇનોવેટિવ ફ્લશ સિસ્ટમ તૈયાર કરવાની છે. તેનો મુખ્ય ઉદ્દેશ શૌચાલયની સ્વસ્છતા અને હાઇજિનના સાથે વોટર સેવિંગનું પણ ધ્યાન રાખવાનુ છે. આનાથી પાણીના ઉપયોગને ઓછુ કરી શકો છો, જે સમયની સૌથી મોટી માંગ છે.

આ કોન્ટેસ્ટમાં જે પહેલા આવશે તેને ટીમ તરફથી વ્યક્તિને 5 લાખ રૂપિયા આપવામાં આવશે તેમજ બીજા નંબર પર આવનાર વ્યક્તિને 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, જો તમારે આ કોન્ટેસ્ટમાં ભાગ લેવો છે તો તમે

https://www.startupindia.gov.in/content/sih/en/ams-application/challenge.html?applicationId=6050cc03e4b03f92cbc8c95e

આ લિંક પર જઇ અને તમારુ રજિસ્ટ્રેશન કરી શકો છો, અને તેની છેલ્લી તારીખ 25 જૂન 2021 છે.