દુનિયાભરમાં કેટલો ખતરનાક છે એ ડેલ્ટા વેરિઅન્ટ વિશે WHOની ચીફ સાયન્ટિસ્ટે કર્યો ધડાકો- જાણો

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ ભારતમાં સૌથી પહેલા મળેલા કોરોનાના વેરિઅન્ટ ડેલ્ટાને લઇને મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ છે. WHO ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને શુક્રવારે કહ્યુ કે, ડેલ્ટા વેરિઅન્ટ કોરોના વાયરસ બીમારીના વિશ્વ સ્તર પર ફેલાવવાનું પ્રમુખ કારણ છે.

સંગઠન દ્વારા 15 જૂનના રોજ જારી કરવામાં આવેલા કોવિડ-19 વીકલી એપિડેમિયોલોજિકલ અપડેટ અનુસાર, ડેલ્ટા વેરિઅન્ટ હવે દુનિયાના લગભગ 80 દેશોમાં મળ્યો છે. ત્યાં 12 અન્ય દેશમાં આ સમયે બી.1.617ની રીપોર્ટ કરી રહ્યા છે. ડેલ્ટા વેરિઅન્ટ બી.1.617.2 સૌથી પહેલા છેલ્લા વર્ષે ઓક્ટોબર મહિનામાં ભારતમાં મળ્યો હતો.

સ્વામીનાથને શુક્રવારે જિનેવામાં સંવાદદાતા સમ્મેલનમાં એક સવાલના જવાબમાં કહ્યુ કે, ડેલ્ટા સ્વરૂપ વિશ્વમાં કોરોના સર્વાધિક પ્રબળ સ્વરૂપ બનતુ જાય છે. કારણ કે તેનાથી વધારે સંક્રમણનો પ્રસાર થાય છે. તે ઘણો ઝડપથી ફેલાઇ રહ્યો છે.

WHOના ચીફ સાયન્ટિસ્ટે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યુ કે જર્મન કંપની વેક્સિન WHOના કાર્યક્ષમતાનાં ધોરણોને પૂર્ણ કરી શકી નથી. ડેલ્ટા જેવા હાઇ ટ્રાન્સમિસિબલ સ્ટ્રેન પર એ ખૂબ અસરકારક સાબિત થઇ નહીં. આ પહેલાં WHOએ ડેલ્ટા વેરિયન્ટને ચિંતાજનક ગણાવ્યો હતો. ભારતમાં એ હવે પરિવર્તિત થઈ ગયો છે અને એ વાયરસ ડેલ્ટા પ્લસનું સ્વરૂપ લઈ ચૂક્યો છે.

Shah Jina