ડોમિનોઝની ડિલીવરી ગર્લ સાથે 4 છોકરીઓની ગેંગે કરી જબરદસ્ત મારપીટ, વાળ ખેંચી રસ્તા પર ડંડાથી…જુઓ વીડિયો

છોકરીઓએ ખુલ્લેઆમ કરી ગુંડાગીરી, 4 છોકરીઓએ ડોમિનોઝ ગર્લને ઘેરી તેની સાથે કરી મારપીટ, માથા અને પીઠ પર માર્યા દંડા, લાતો અને મુક્કા પણ વરસાવ્યા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાયરલ વીડિયોનું મોટુ હબ બની ગયુ છે. દરરોજ સોશિયલ મીડિયા પર કંઇને કંઇ વાયરલ થતુ રહે છે. ઘણીવાર સો.મીડિયા પર ફની વીડિયો વાયરલ થાય છે, તો ઘણીવાર ચોંકાવનારા વીડિયો વાયરલ થાય છે.હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં 4 છોકરીઓ મળી એક છોકરીની પિટાઇ કરી રહી છે. આ 4 છોકરીઓ એક છોકરી પર ડંડા પણ વરસાવી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, 4 છોકરીઓએ એક યુવતિને ઘેરી લીધી છે અને તેને ખૂબ માર મારી રહ્યા છે.

એક છોકરીના હાથમાં તો ડંડો પણ છે જેનાથી તે યુવતિને મારી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, પીડિતા બૂમો પાડી રહી છે અને રડી પણ રહી છે પરંતુ કોઇ તેની સાંભળતુ નથી. કેટલાક લોકો તો આસપાસ પણ જમા છે પરંતુ તેઓ તેની મદદ કરી રહ્યા નથી. યુવતિના વાળ ખેંચીને તે છોકરીએ તેને રસ્તા પર પાડી દે છે. કોઇ રીતે છોકરી ઉઠે છે અને તે ચારેય છોકરીઓથી બચવા માટે ઘર તરફ દોડે છે.

પીડિત યુવતિને લાત, થપ્પડ અને ડંડાથી પીટવામાં આવે છે. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, જે યુવતિને માર મારવામાં આવી રહ્યો છે તે ફૂડ કંપની ડોમિનોઝમાં નોકરી કરે છે. જ્યારે તે કામ માટે જઇ રહી હતી ત્યારે પિંકી નામની યુવતીએ ત્રણ મિત્રો સાથે મળી તેનો રસ્તો રોકી લીધો અને તેમણે વાત કરવાના બહાને પાસે બોલાવી. જે બાદ તેને થપ્પડ માર્યા અને લાતો પણ મારી. પીડિતાએ જણાવ્યું કે હુમલાને કારણે તે ત્યાં રસ્તા પર પડી ગઈ હતી.

તે લાંબા સમય સુધી મદદ માટે પૂછતી રહી, પરંતુ કોઈએ તેની મદદ કરી નહીં. પીડિતાએ એક ઘરમાં જઈને તેણે પોતાનો જીવ બચાવ્યો.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે ચારેય યુવતીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે છોકરીઓની ગેંગની લીડર પિંકી વિસ્તારમાં બદમાશો સાથે ફરે છે. તે દરરોજ લોકોને મારતી રહે છે. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ ચારેયની શોધ કરી રહી છે.

Shah Jina