આ યૂટયૂબર સેલિબ્રિટી બિઝનેસમેન સાથે હોટલમાં રોકાઇ, 80 લાખ…..એવા એવા કાંડ કર્યા કે ખરેખર ચોંકી ઉઠશો

ફેમસ યુટ્યુબર નમરા કાદિરની બિઝનેસમેનને હનીટ્રેપમાં ફસાવવાના અને તેની પાસેથી લાખો રૂપિયા પડાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ગુરુગ્રામ પોલીસે તેને 4 દિવસના રિમાન્ડ પર લઈને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે નમરા પરણિત છે અને તેને એક બાળક પણ છે. નમરાના પતિ વિરાટ બેનીવાલની ધરપકડ કરવા માટે હવે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

યુટ્યુબર નમરા કાદિર ખૂબ ફેમસ છે. યુટ્યુબ પર તેના 6 લાખથી વધુ ફોલોઅર્સ છે અને ઈન્સ્ટાગ્રામ પર 2 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે. નમરા પર આરોપ છે કે તેણે તેના પતિ સાથે મળીને ગુરુગ્રામના એક બિઝનેસમેનને પ્રેમની જાળમાં ફસાવ્યો અને પછી તેને રેપના જૂઠા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેની પાસેથી 80 લાખથી વધુની ગેરકાયદે વસૂલાત કરી હતી. ત્યારે 24 નવેમ્બરના રોજ આખરે વેપારીએ ગુરુગ્રામના સેક્ટર 50 પોલીસ સ્ટેશનમાં નમરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી એક એડવર્ટાઈઝિંગ ફર્મ ચલાવે છે. તેણે આરોપ લગાવ્યો છે કે તે નમરા કાદિરના સંપર્કમાં આવ્યો હતો, નમરાએ પોતે યુટ્યુબર હોવાનો દાવો કર્યો હતો. ફરિયાદીએ કહ્યું, તે નમરાની યુટ્યુબ ચેનલનો ભાગ બનવા માંગતો હતો અને પ્રમોશન માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માંગતો હતો. તેણે આરોપીને 50,000 રૂપિયા ચૂકવ્યા અને સમયાંતરે તેને મળવાનું ચાલુ રાખ્યું.

તેણે કહ્યું કે આરોપી તેને એક પાર્ટી માટે એક ક્લબમાં લઈ ગઇ, જ્યાં તેણે કોઇ નશાવાળો પદાર્થ પીવડાવ્યો અને એક રૂમ બુક કર્યો. તેણે પોલીસને જણાવ્યું કે સવારે યુટ્યુબરે તેના એટીએમ કાર્ડ અને ઘડિયાળની માંગણી કરી અને આપવાનો ઇનકાર કર્યા બાદ તેણે કહ્યુ કે તે તેની સામે રેપનો કેસ દાખલ કરશે. ફરિયાદીએ કહ્યું કે, આરોપીએ તેના ફોટા વાયરલ કરવાની પણ ધમકી આપી અને તેની પાસેથી 70-80 લાખ રૂપિયાની ઉચાપત કરી.

Shah Jina