લિવ-ઈન પાર્ટનરની હત્યા કરીને લાશ કબાટમાં છુપાવીને ભાગી ગયો બોયફ્રેન્ડ, ફ્લેટનો નજારો જોઈને યુવતીના પિતાના ઉડ્યા હોશ
Delhi Live-in Partner Rukhsar Murder : ગુજરાત સમેત દેશભરમાં હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં કોઈની અંગત અદાવતમાં તો કોઈની પ્રેમ પ્રસંગોમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે. તો ઘણીવાર લીવ ઇનમાં રહેતા કપલમાંથી પણ હત્યાના મામલાઓ સામે આવતા રહે છે. દિલ્હીમાં થયેલ શ્રદ્ધા હત્યાકાંડ આજે પણ લોકો ભૂલી શકતા નથી, ત્યારે હવે શ્રદ્ધા જેવો જ વધુ એક હત્યાકાંડ સામે આવ્યો છે, જેમાં લિવઈન પાર્ટનરે પ્રેમિકાની હત્યા કરી લાશ કબાટમાં છુપાવી દીધી હતી.
પોલીસે દ્વારકા જિલ્લાના ડાબરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કબાટમાંથી યુવતીની લાશ મળી આવી છે. યુવતી છેલ્લા દોઢ મહિનાથી તેના લિવ-ઈન પાર્ટનર વિપલ ટેલર સાથે એક જ ફ્લેટમાં રહેતી હતી. મૃતકનું નામ રૂખસાર રાજપૂત છે. રૂખસારના પિતા મુસ્તકીમે પોલીસને ફોન કરીને હત્યાની જાણ કરી હતી. યુવતીના ગળા અને શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. યુવતીનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે.
દ્વારકા જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર પીસીઆર કોલ આવ્યો હતો કે તેમની પુત્રીની હત્યા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું. જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ફોન કરનાર મુસ્તાકીમે પોલીસને જણાવ્યું કે તેની પુત્રી રૂખસારની હત્યા વિપલ ટેલર નામના યુવકે કરી છે અને તે ફરાર થઈ ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર મુસ્તકીમે વધુમાં જણાવ્યું કે તેની પુત્રી રૂખસાર છેલ્લા દોઢ મહિનાથી વિપલ સાથે આ ફ્લેટમાં રહેતી હતી.
જ્યારે પોલીસની ટીમ ફ્લેટમાં દાખલ થઈ ત્યારે તેમને અલમારીમાં યુવતીનો મૃતદેહ મળ્યો. મળતી માહિતી મુજબ, યુવતીના ગળા પર નિશાન જોવા મળ્યું હતું, જેના કારણે પોલીસને શંકા છે કે તેની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. એટલું જ નહીં શરીર પર ઈજાના કેટલાક નિશાન પણ જોવા મળ્યા હતા. હાલમાં, પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે જેથી તે સ્પષ્ટ થઈ શકે કે મૃત્યુનું કારણ શું છે અને શરીર પર ઈજાના નિશાન કેટલા ઊંડા છે અને તે કયા કારણોસર થયા છે.
દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે હત્યારા વિપલ ટેલરની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેને દિલ્હી પરત લાવવામાં આવી રહ્યો છે. આ મામલો 4 એપ્રિલે પ્રકાશમાં આવ્યો જ્યારે મૃતકના પિતાએ 112 પર ફોન કર્યો અને પોલીસને તેમની પુત્રીની હત્યા થઈ હોવાની શક્યતા વિશે જાણ કરી. પોલીસને એ પણ જણાવ્યું કે વિપલ ટેલરે રૂખસારની હત્યા કરી હશે. હત્યારો ગુજરાતનો વતની છે. ધરપકડ કરતા પહેલા તે ગુજરાત પરત ફરવાની યોજના બનાવી રહ્યો હતો.
તે હાલમાં જ સુરતથી દિલ્હી શિફ્ટ થયો હતો. છેલ્લા કેટલાક સમયથી વિપલ ટેલર અને લિવ-ઈન પાર્ટનર રૂખસાર રાજપૂત વચ્ચે ઘરેલું મુદ્દાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. દિલ્હી પોલીસની પૂછપરછ દરમિયાન હત્યારાએ જણાવ્યું કે લિવ-ઈન પાર્ટનર તેના પર લગ્ન માટે સતત દબાણ કરી રહી હતી. તે કુખ્યાત ગુનેગાર હોવાનું પણ બહાર આવ્યું છે, જેણે અગાઉ હત્યાનો પ્રયાસ અને એનડીપીએસ એક્ટના ભંગ સહિતના 10 ગુના કર્યા છે.
🛑दिल्ली पुलिस @DCPDwarka के डाबड़ी थाने व ऑपरेशन यूनिट की संयुक्त टीम ने युवती की हत्या का मामला सुलझाया
🛑लिव-इन रिलेशनशिप में रह रहे थे दोनो, अनबन के चलते की थी युवती की हत्या
🛑पुलिस टीम ने चार राज्यों में लगातार पीछा कर राजस्थान के उदयपुर से किया गिरफ्तार#DPUpdates pic.twitter.com/PtkhuZyLLY
— Delhi Police (@DelhiPolice) April 9, 2024