ગર્લફ્રેન્ડોને ફરાવવા માટે ચોરી કરતો હતો બાઇક, પોલિસે દબોચી લીધો

ગુજરાત સહિત દેશભરમાંથી અનેક વાર ચોરીના કિસ્સાો સામે આવતા રહે છે. ત્યારે હવે થોડા દિવસો પછી વેલેન્ટાઈન ડે છે. ઘણા યુવાનો તેમના બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સમક્ષ પોતાના દિલની વાત કરવા માટે ઉત્સુક હોય છે. આ ખાસ દિવસ પહેલા વેલેન્ટાઇન વીક આવે છે જે 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી મનાવવામાં આવે છે. જો કે, આ અઠવાડિયાની શરૂઆત પહેલા, એક એવો પ્રેમી પોલિસના હાથે લાગ્યો છે, જે તેની ગર્લફ્રેન્ડ સાથે ફરવા માટે બાઇક ચોરી કરતો હતો. જ્યારે પોલીસે તે વ્યક્તિને પકડીને તેની પૂછપરછ કરી ત્યારે કોઈને અપેક્ષા નહોતી કે તે કહેશે કે તે તેની ગર્લફ્રેન્ડને ફરાવવા માટે બાઇકની ચોરી કરતો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેનું નામ સચિન છે, જે યાદવ નગર બદલીનો રહેવાસી છે. તેણે પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તે તેની ગર્લફ્રેન્ડ સાથે ફરવા માટે બાઇકની ચોરી કરતો હતો અને પછી તે મોટરસાઇકલને મોંઘા ભાવે વેચતો હતો. તેણે અત્યાર સુધીમાં 4 બાઇકની ચોરી કરી છે. તે ભૂતકાળમાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. પરંતુ આ વખતે તે પોલિસના ઝાંસામાંથી છટકી શક્યો ન હતો.

પોલિસને ગુપ્ત બાતમી મળતાં તેમણે આ બદમાશ ચોરને પકડી લીધો હતો. આરોપી પાસેથી ત્રણ ચોરીની બાઇક મળી આવી હતી. તેણે કહ્યું કે તેની એક નહીં, પરંતુ ઘણી ગર્લફ્રેન્ડ્સ છે, જેમને ફરાવવા માટે તે બાઇક ચોરી કરતો હતો. અને ગર્લફ્રેન્ડને બાઇક પર ફેરવ્યા પછી, તે બાઇકને વેચી નાખતો, અને ફરીથી નવી બાઇકની ચોરી કરતો.

Shah Jina