ખેલ જગત

જીતવાની અણી ઉપર આવીને મેચ હારી ગયું દિલ્હી, બધા જ ખેલાડીઓ થયા ભાવુક, આંખોમાંથી છલકાયા આંસુડાં, જુઓ વીડિયો

આપીએલના મુકાબલા તેના છેલ્લા પડાવમાં છે, ગઈકાલે ફાઇનલમાં પહોંચવાની રેસમાં દિલ્હી અને કોલકાત્તા એકબીજા સામે ટકરાયા. આ મેચ ખુબ જ રોમાંચક રહી, જેમાં છેલ્લી ઓવરમાં કોલકાત્તાનો 3 વિકેટે વિજય થયો. આ મેચ પૂર્ણ થયા બાદ દિલ્હીના ખેલાડીઓ ખુબ જ ભાવુક થતા જોવા મળ્યા હતા. મેચ બાદ મેદાનમાંથી ભાવુક કરી દેનારા દૃશ્યો સામે આવ્યા હતા.

ગઈકાલે યોજાયેલા ક્વાલિફાયર મુકાબલામાં કેકેઆરની જીત સાથે જ દિલ્હીનું ફાઇનલમાં પહોંચવાનું સપનું ફરી એકવાર તૂટી ગયું. છેલ્લી ઓવરોમાં દિલ્હી મેચમાં પરત ફરતી જોવા મળી હતી. પરંતુ અંતમાં કેકેઆર જીતી ગયું. દિલ્હીની આ હાર બાદ કપ્તાન ઋષભ પંત અને પૃથ્વી શો ખુબ જ ભાવુક થયેલા જોવા મળ્યા હતા.

છેલ્લી ઓવરમાં કોલકાત્તાને જીતવા માટે 7 રનની જરૂર હતી. રવિચંદ્રન અશ્વિનને બે બોલમાં બે વિકેટ લઇ લીધી પરંતુ તેના બાદ રાહુલ ત્રિપાઠીએ છક્કો લગાવીને કોલકાત્તાને મચ જીતાડી દીધી હતી. મેચ પૂર્ણ થયા બાદ પૃથ્વી શો મેદાન ઉપર જ સુઈ ગયો.

મેચ પૂર્ણ થયા બાદ પણ પૃથ્વી શોને ડ્રેસિંગ રૂમની અંદર ભાવુક થતો જોવામાં આવ્યો હતો, જ્યાં તે પોતાના આંસુઓ લૂછી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આમ બીજીવાર બન્યું છે જયારે દિલ્હી ખિતાબના એટલા નજીક આવીને ચુકી ગઈ હોય.  ગયા વર્ષે દિલ્હીની ટિમ ફાઇનલમાં હારી ગઈ હતી અને આ વર્ષે ક્વાલિફાયર 2 સુધી પહોંચી ગઈ.

મેચ બાદ કપ્તાન ઋષભ પંત પણ ભાવુક થતો જોવા મળ્યો હતો અને વાત કરતા સમયે તેના ચહેરા ઉપર પણ દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ઋષભ પંતે કહ્યું કે હવે કંઈપણ નથી બદલી શકાય, મેચ પૂર્ણ થઇ ગઈ છે. અમે સતત પોતાના ઉપર વિશ્વાસ રાખ્યો અને જ્યાં સુધી બન્યું અમે ગેમમાં બનેલા રહ્યા. કોલકાત્તાએ સારી બોલિંગ કરી અને અમે વચ્ચે ફસાઈ ગયા. અમને વિશ્વાસ છે કે આવતા વર્ષે અમે મજબૂતી સાથે ફરીથી પાછા ફરીશું.


દિલ્હી કેપિટલની ટીમ અત્યાર સુધી આઇપીએલ નથી જીતી શકી. ગયા વર્ષે ટીમ ફાઇનલમાં જરૂર પહોંચી હતી. પરંતુ આ વખતે યુવા કપ્તાન ઋષભ પંતની કપ્તાનીમાં ટીમે ખુબ જ શાનદાર પ્રદર્શન કર્યું અને પોઇન્ટ ટેબલ ઉપર ટોપમાં આવી ગઈ હતી.