વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત…શ્રીરામની શોભાયાત્રામાં ટ્રેક્ટર ચલાવતા યુવકનું છાતીમાં દુખાવા બાદ મોત..

ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં વધુ એક બનાવ બનાસકાંઠામાંથી સામે આવ્યો. ડીસાના તાલેગઢ ગામના એક યુવાનનું શ્રીરામની શોભાયાત્રામાં ટ્રેક્ટર ચલાવતા ચલાવતા છાતીમાં દુખાવો ઉપડતા મોત થયુ હતુ.

તાલેગઢના 35 વર્ષિય ખેડૂત રેવાભાઇ પાનકુટા શ્રીરામની શોભાયાત્રામાં ટ્રેક્ટર ચલાવતાં હતા અને જય શ્રીરામના નારા લગાવી ભક્તિમાં તરબોળ થઈ ગયા હતા. આ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો શરૂ થતા આજુબાજુના લોકો તરત સારવાર માટે તેમને હોસ્પિટલ લઇ ગયા પણ તેમનું હાર્ટ-એટેકથી મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે, લાખણી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને ડીસા માર્કેટયાર્ડના ડિરેક્ટર તેમજ ભાજપના અગ્રણી બાબુભાઈ પાનકુટાના નાના ભાઈનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી અને યુવા ખેડૂત અગ્રણીનું અચાનક હાર્ટ-એટેકથી મોત થતાં પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો હતો.

RAM MANDIR UPDATES:

આજે કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, “હું ભગવાન રામની પણ માફી માંગવા માંગુ છું… આપણા બલિદાન અને પ્રયત્નોમાં કંઈક એવી ખામી હતી જે આપણે આટલી સદીઓથી કરી શક્યા ન હતા. આજે એ ઉણપ પૂરી થઈ જાય. વિશ્વાસ રાખો કે ભગવાન મને ચોક્કસ માફ કરશે.”

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિર પરિસરમાં પોતાના સંબોધનની શરૂઆત “સિયાવર રામચંદ્ર કી જય” બોલીને કરી હતી. તેમણે કહ્યું, “આજે આપણા રામનું આગમન થયું છે. સદીઓની રાહ જોયા પછી, આપણા રામનું આગમન થયું છે.

સદીઓની રાહ, બલિદાન, તપસ્યા, બલિદાન પછી, આપણા ભગવાન રામનું આગમન થયું છે. કહેવા માટે ઘણું બધું છે પણ મારો અવાજ દબાઈ ગયો છે. હું ગર્ભગૃહમાં ભવ્ય ચેતનાના સાક્ષી તરીકે બધાની સામે હાજર થયો છું. હવે અમારા રામલલા ટેન્ટમાં નહીં રહે. તેઓ આ દિવ્ય મંદિરમાં રહેશે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાના આંગણેથી કહ્યું કે, હું ગર્ભગૃહમાંથી ઈશ્વરિય ચેતનાનો સાક્ષી બનીને આવ્યો છું. ઘણું કહેવું છે પણ મન અવરોધે છે. શરીર સ્પંદિત છે. આપણા રામલલ્લા હવે ટેન્ટમાં નહીં રહે. આપણા રામલલ્લા દિવ્ય મંદિરમાં રહેશે. મને વિશ્વાસ છે,

અપાર શ્રદ્ધા છે કે જે ઘટિત થયું છે તેની પ્રતિતિ રામ ભક્તોને થઈ રહી હશે. આ પળ પવિત્ર છે. ક્ષણ અલૌકિક છે. આ ઘડી પ્રભુ રામના આપણા પર આશીર્વાદ છે. 22 જાન્યુઆરી, 2024નો સૂરજ આપણા માટે અદભૂત આભા લઈને આવ્યો છે. આજે એ તારીખ નથી, નવા કાળચક્રનું ઉદ્દગમ છે. આજથી હજાર વર્ષ પછી પણ લોકો આજની તારીખની ચર્ચા કરશે.

Shah Jina