એક તરફ સિંહોનું આખું ટોળુ અને બીજી તરફ એકલું હરણ, તો પણ હરણે જંગલના રાજાને ધૂળ ચટાડી

હિંમતે મર્દા તો મદદે ખુદા: આ વીડિયોમાં જુઓ કેવી રીતે હરણની સામે સિંહ ઢીલો પડી ગયો

આપણે એવું સાંભળતા હોઈએ છીએ અને ઘણીવાર ડિક્શનરી જેવી ચેનલમાં જોતા પણ હોઈએ છીએ કે સિંહના જડબામાં આવેલો શિકાર ક્યારેય બચી શકતો નથી. પરંતુ દરેક વખતે એવું બનતું નથી. ક્યારેય સિંહને પણ હારનો સામનો કરવો પડી શકે છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમા જંગલનો રાજા સિંહ એક હરણ સામે હારી જાય છે અને શિકારને પડતો મુકી ભાગવુ પડે છે.

એક સિંહનું ઝૂંડ તળાવ કાંઠે ફરી રહ્યું હોય છે ત્યારે એક સિંહ હરણને પકડી  લે છે ત્યારે તે હરણ પાણીમાં છલાંગ લગાવી દીધી. હવે જેવુ હરણ પાણીમાં પડે છે તેની સાથે સિંહ પણ છલાંગ લગાવી દે છે, જ્યારે અન્ય સિંહો તળાવના કાંઠે ઉભા રહે છે. ત્યારબાદ પાણીમાં પડેલો સિંહ હરણને પકડી લે છે અને કાંઠે લઈ જવાનો પ્રયત્ન કરે છે. પરંતુ હરણ પણ પોતાનો જીવ બચાવવા મરણીયો પ્રયાસ કરે છે.

આમ પાણીમાં સિંહ અને હરણ વચ્ચે બરાબરનો જંગ જામે છે. સિંહ પુરી તાકાત લગાવી દે છે તેમ છતા હરણને પાણીની બહાર કાઢી શકતો નથી. હરણ ધીમે ધીમે કરીને પાણીની વચ્ચે પહોંચી જાય છે. સિંહ પણ તેની પકડીને પાછળ પાછળ આવતો રહે છે. તો બીજી તરફ તળાવના કાંઠે ઉભેલા સિંહો ફક્ત તમાશો જોતા રહે છે તેમાનો કોઈ પણ પાણીમાં સિંહની મદદે આવતો નથી.

થોડીવાર ઘર્ષણ ચાલુ રહે છે પરંતુ આખરે હરણ પાણી વધુને વધુ ઉડુ જતુ રહે છે. ત્યારબાદ જંગલના રાજાના ગાત્રો ઢીલા પડવા લાગે છે, કારણ કે સિંહને ડર છે કે પાણીમાં વધુ દૂર જશે તો મગરમચ્છ હુમલો કરી શકે છે. તેથી સિંહ પોતાનો જીવ બચાવવા હરણને છોડી દે છે. આમ હરણ પોતાની બહાદૂરી અને હિમતથી સિંહની પકડમાંથી છૂટી જાય છે.


આ વીડિયોને @em4g1 નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને 3 હજારથી પણ વધુ લાઈક્સ મળી ચૂકી છે. લોકો આ વીડિયો જોઈને હરણની હિંમતને સલામ કરી રહ્યા છે. લોકોએ આ વીડિયો પર વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી છે.

YC