અરરરર… અચાનક જોરથી પવનને લીધે ઉડી ગયું દીપિકા સિંહનું ફ્રોક, ખુલ્લેઆમ ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ અભિનેત્રી

ડાન્સ કરી રહી હતી આ લોકોની પ્રિય અભિનેત્રી….હવામાં ઉડ્યું વેંતભર્યું ફ્રોક, બધા વચ્ચે થઇ ગઇ Oops Moment

ટીવીના લોકપ્રિય શો ‘દિયા ઔર બાતી હમ’ એ ઘણા વર્ષો સુધી લોકોના દિલો પર રાજ કર્યું હતું.શોમાં સંધ્યા બિંદણીના રોલથી ઘરે ઘરે જાણીતી બનેલી અભિનેત્રી દીપિકા સિંહ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. દીપિકા સિંહ પોતાના અભિનયની સાથે સાથે ડાન્સ કરવામાં પણ ખુબ આગળ છે અને અવાર-નવાર પોતાનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. એવામાં એકવાર ફરીથી દીપિકાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સામે આવેલા વીડિયોમાં દીપિકા ચેન્નાઇ એક્સપ્રેસના ગીત ‘બન કે તીતલી દિલ ઉડા’ ગીત પર ઝૂમતી જોવા મળી હતી. આ સમયે તીવ્ર હવાને લીધે દીપિકાનો ડ્રેસ હવામાં ઉડી જાય છે અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે.સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

સામે આવેલા વીડિયોમાં દીપિકા પીળા રંગનું ફ્રોક પહેરીને ડાન્સ કરી રહી છે.અચાનક જ તીવ્ર હવા લહેરાય છે અને ફ્રોક હવામાં ઉડી જાય છે પણ દીપિકા ખુબ સમજદારી પૂર્વક પોતાના ફ્રોકને સંભાળી લે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વાર જોવામાં આવી ચુક્યો છે.દીપિકાએ 2 મે 2014ના રોજ દિયા ઔર બાતી હમ ના ડાયરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે લગ્ન કર્યા હતા, વર્ષ 2018માં દીપિકાએ દીકરાને જન્મ આપ્યો હતો.

જુઓ દીપિકા સિંહનો વીડિયો…

Krishna Patel