પ્રેગ્નેંસી ન્યુઝ બાદ હોટ કપલ રણવીર સિંહ-દીપિકા પાદુકોણે લગાવ્યો અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં ગ્લેમરનો તડકો, એકબીજાની આંખોમાં આંખો નાખી આપ્યા પોઝ

નવા મમ્મી પપ્પા બનનાર દીપિકા-રણવીરે અનંત-રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં વરસાવ્યો કહેર, હોટ લુકમાં કપલે લૂંટી મહેફિલ- જુઓ તસવીરો

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સપ્ટેમ્બર 2024માં તેમના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. કપલે આ સમાચાર ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કર્યા હતા. આ ગુડ ન્યુઝ બાદ દીપિકા અને રણવીર અનંત-રાધિકાના પ્રી-વેડિંગ બેશ માટે જામનગર જવા રવાના થયા હતા.

ત્યારે હવે અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાંથી દીપિકા અને રણવીરના લુક્સની તસવીરો સામે આવી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગુડ ન્યૂઝ શેર કર્યા પછી ગઈકાલે સાંજે પહેલીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું. દીપિકા-રણવીર બંનેએ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ બેશની તેમના લુકની તસવીરો શેર કરી છે.

જ્યાં દીપિકા બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે, જ્યારે રણવીર સફેદ સૂટમાં ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો છે. દીપિકા પાદુકોણે અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં બ્લેક લોંગ ફ્રોક ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. દીપિકાએ આ લુકમાં રણવીર સાથે પોઝ પણ આપ્યા હતા. જો કે, દીપિકા આ દરમિયાન તેની બેક ફ્લોન્ટ કરતી જોવા મળી.

આ લુક સાથે દીપિકાએ ગ્રીન સ્ટોન્સનો ચોકર નેકલેસ પહેર્યો હતો અને ગ્રીન સ્ટોન અને મોતીથી બનેલી નાની ઇયરિંગ્સ પહેરી હતી. આ સાથે તેણે મિનિમલ મેકઅપ અને રેડ લિપ શેડ સાથે પોતાનો લુક કંપલીટ કર્યો હતો. જ્યારે રણવીર સિંહે ઓલ વ્હાઇટ સૂટ સાથે મોટા શેડના ચશ્મા પહેર્યા હતા. અભિનેત્રીનો આ લુક ઇન્ટરનેટ પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. ચાહકો દીપિકાના આ હોટ લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે. એકે લખ્યું- થવાવાળા સૌથી એટ્રેક્ટિવ પેરેન્ટ્સ.

જ્યારે અન્ય એક યુઝરે લખ્યું – ક્લાસિક બ્યુટી. બીજા એકે લખ્યું- તમે બંને ખૂબ જ સુંદર માતા-પિતા બનવાના છો. અન્ય એકે લખ્યુ- ડિઝની વર્લ્ડના કેરેક્ટર જેવા લાગી રહ્યા છો. જણાવી દઈએ કે કપલે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર માતા-પિતા બનવાની જાહેરાત કરી હતી અને જણાવ્યુ હતુ કે તેઓ સપ્ટેમ્બર 2024 સુધીમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. તેમની પોસ્ટ બાદ ચાહકો અને બોલિવૂડ સ્ટાર્સે બંનેને અભિનંદન પણ પાઠવ્યા હતા.

Shah Jina