બિકિનીમાં દીપિકા પાદુકોણએ 57 વર્ષના કિંગ ખાન સાથે કર્યો રોમાન્સ, બિકિનીની કિંમત જાણી હેરાન રહી જશો

જેમ જેમ 2023 નજીક આવી રહ્યું છે તેમ તેમ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ પઠાનની ચર્ચાઓ તેજ બની રહી છે. પઠાન ફિલ્મના નિર્માતાઓ સોશિયલ મીડિયા પર દીપિકાની બિકી તસવીરો પોસ્ટ કરી રહ્યા છે, જે ધીમે ધીમે હેડલાઇન્સ બનાવી રહી છે. પઠાનનું પહેલું ગીત બેશરમ રંગ 12 ઓગસ્ટે રિલીઝ થઇ ગયુ છે, જે હાલ ધૂમ મચાવી રહ્યુ છે. ગીતના રિલીઝની સાથે જ દીપિકા પાદુકોણનો હોટ અને બોલ્ડ લુક પણ જોવા મળી રહ્યો છે. ગીતમાં દીપિકા તેના હોટ બિકી લુકથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

બીચ પર બિકીમાં તેનો સિઝલિંગ લુક જોઈને શાહરૂખ પણ તેના પર મોહિત થઈ ગયો છે, સાથે જ તેના ચાહકોના દિલના ધબકારા પણ વધી ગયા છે. ગીતમાં શાહરૂખનો સ્વેગ પણ જોવા જેવો છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી પણ અદભૂત છે. શાહરુખ ખાને સોમવારે રીલિઝ થયેલ ફિલ્મનું ગીત ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યું છે. આ ગીતમાં દીપિકાનો અત્યાર સુધીનો સૌથી ગ્લેમરસ અને હોટ અવતાર જોવા મળી રહ્યો છે. બિકીમાં તેનું ટોન ફિગર અને કિલર લુક જોવા મળી રહ્યો છે. તેના ડાન્સ મૂવ્સ પણ અદભૂત છે.

 

View this post on Instagram

 

A post shared by Shaleena Nathani (@shaleenanathani)

ત્યાં શાહરૂખને શર્ટલેસ જોઈને તો ફિમેલ ફેનના હ્રદયના ધબકારા પણ વધી ગયા હતા. તમને જણાવી દઈએ કે દીપિકા-શાહરુખ આ પહેલા ઓમ શાંતિ ઓમ, ચેન્નાઈ એક્સપ્રેસ અને હેપ્પી ન્યૂ યરમાં સાથે જોવા મળ્યા હતા. આ ત્રણેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. બંનેની જોડી સિલ્વર સ્ક્રીન પર હિટ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે પઠાનમાં પણ કંઈક આવું જ જોવા મળશે. ત્યારે જણાવી દઇએ કે, આ ગીતમાં દીપિકાએ જે પણ મોનોકિની કે બિકી પહેરી છે તેની કિંમત જાણી તમે હેરાન રહી જશો.

 

View this post on Instagram

 

A post shared by SKShowbiz (@skshowbiz)

દીપિકાએ જે નિયોન મોનોકિની પહેરી છે, તે બાથિંગ સૂટની કિંમત $360 (આશરે રૂ. 26,000) છે. આ સિવાય તેનો ગોલ્ડ સ્વિમસૂટ નોર્મા કમલી વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને તેને ગોલ્ડ ફોઇલ શેડમાં મારિસા કહેવામાં આવે છે. જો તમે તેને તમારા કલેક્શનમાં ઉમેરવા માંગો છો તો તમારે ₹11,983 (USD 145)નો ખર્ચ થશે. ડિઝાઈનની વાત કરીએ તો, વન-પીસ સ્વિમસ્યુટમાં પ્લંગિંગ નેકલાઈન, સ્ટ્રેપ્ડ સ્લીવ્ઝ, ડીપ સ્કૂપ નેકલાઈન ડેકોલેટેજ પર ભાર મૂકે છે,

 

View this post on Instagram

 

A post shared by SKShowbiz (@skshowbiz)

દીપિકાએ તેને સ્ટેટમેન્ટ ગોલ્ડ ઇયરિંગ્સ, સાઇડ-પાર્ટેડ વેટ ઓપન ટ્રેસ, લિપ શેડ, સ્મોકી આઇ શેડો, ડાર્ક બ્રાઉઝ, લેશ્સ પર મસ્કરા અને ગ્લોઇંગ સ્કિન સાથે સ્ટાઇલ કર્યો હતો. પઠાનના બેશરમ રંગ ગીતમાં દીપિકાએ બિકી પહેરી તેનો બોલ્ડ લુક બતાવ્યો અને આ ફિટનેસ માટે તેણે ડાઇટિંગમાં ઘણુ ધ્યાન આપ્યુ છે. એક ઈન્ટરવ્યુમાં દીપિકાએ ખુલાસો કર્યો હતો કે તે સવારે ખાલી પેટ ગરમ પાણીમાં લીંબુ નાખી પીવે છે. દીપિકા પાદુકોણ સામાન્ય રીતે નાસ્તામાં દક્ષિણ ભારતીય ખોરાક પસંદ કરે છે. તેને ઈડલી, ઉપમા, ઢોસા અને લો ફેટ દૂધ પસંદ છે.

સાંજે, દીપિકા કેટલાક સૂકા ફળો સાથે બ્લેક કોફી પીવે છે. ડિનરમાં તે લીલા શાકભાજી, 2 ચપાતી અને સલાડ ખાય છે. મીઠી વાનગી માટે, દીપિકા કેટલીકવાર ડાર્ક ચોકલેટ લે છે. દીપિકાને બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રી કહેવામાં આવે છે. દરેક ફિલ્મ માટે તેની ફી 15 થી 30 કરોડ રૂપિયાની વચ્ચે હોય છે. ત્યારે કેટલાક મીડિયા અહેવાલો પ્રમાણે, દીપિકાએ પઠાન માટે 15 કરોડ રૂપિયા ફી ચાર્જ કરી છે. પઠાન આવતા વર્ષે 23 જાન્યુઆરીએ હિન્દીની સાથે તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થઈ રહી છે.

શાહરૂખ ખાન ચાર વર્ષ બાદ સ્ક્રીન પર વાપસી કરી રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ ઝીરો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. દીપિકા સિવાય શાહરૂખ ખાનની ફી પણ સામે આવી છે અને એવા અહેવાલ છે કે શાહરૂખે પઠાણમાં કામ કરવા માટે 100 કરોડ રૂપિયા લીધા છે. આ સાથે તે આ ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકેના નફાનો એક ભાગ પણ લેશે. બીજી તરફ, કારકિર્દીના નબળા તબક્કામાં ચાલી રહેલા જોન અબ્રાહમને આ ફિલ્મ માટે 20 કરોડ રૂપિયાની ફી મળી છે.

 

View this post on Instagram

 

A post shared by actress fan page (@actressworldfp)

Shah Jina