જન્મો જન્મના બંધનમાં બંધાયા દિપક ચહર અને જયા ભારદ્વાજ, પીઠીથી લઈને ફેરા સુધીની તસવીરોએ જીત્યું ચાહકોનું દિલ, જુઓ

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ઘણા બધા લોકો લગ્નના પવિત્ર બંધનમાં પણ બંધાઈ રહ્યા છે, સામાન્ય માણસની સાથે સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાતા જોવા મળી રહ્યા છે, ત્યારે હાલ ખબર ક્રિકેટ જગતમાંથી સામે આવી છે, જેમાં ભારતીય ટીમના સ્ટાર બોલર દિપક ચહર તેની મંગેતર અને પ્રેમિકા જયા ભારદ્વાજ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે.

આ બંનેએ ગઈકાલે રાત્રે આગ્રાની જેપી પેલેસ હોટેલમાં સાત ફેરા લીધા. પરિવારના સભ્યો મંગળવારે જ આગ્રા પહોંચી ગયા હતા અને મંગળવારે રાત્રે દીપક ચહર અને જયા ભારદ્વાજની મહેંદી અને સંગીતની વિધિ પૂર્ણ થઈ હતી. ગઈકાલે દીપક ચહર અને જયાની પીઠી વિધિ પૂર્ણ થઈ હતી, જેમાં બંનેને પીઠી ચોળવામાં આવી હતી.

દિપક ચહર અને જયા ભારદ્વાજના લગ્ન ફતેહાબાદ રોડ પર આગ્રાના જેપી પેલેસમાં રાત્રે 9 વાગે લગ્નના બંધનમાં બંધાયા. તેમનું રિસેપ્શન 3 જૂને દિલ્હીમાં થશે. આ લગ્નમાં લગભગ 600 લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.  લગ્નમાં દીપક વાગી રહેલા ગીતો પર ડાન્સ કરતો રહ્યો. “દિલ લે ગયી કુડી ગુજરાત દી…” ગીત ઉપર પણ દીપકનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. દીપક અને જયાએ લગ્નના ડાન્સ માટે ખાસ તૈયારીઓ કરી છે. બંનેની જુગલબંધી જોઈને મહેમાનો પણ ખુશ થઈ ગયા. દિપકની થનારી પત્ની જયા એક્ટર અને મોડલ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે.

મહેંદી અને સંગીત સેરેમનીમાં ફેન્સને આ કપલની દેશી સ્ટાઈલ પસંદ આવી હતી. દીપક ચહર, જયા ભારદ્વાજ અને માલતી ચહરે સંગીત સમારોહમાં ‘અકેલા હૈ મિસ્ટર ખિલાડી મિસ ખિલાડી ચાહિયે’ ગીત પર શાનદાર ડાન્સ કર્યો હતો. બુધવારે દસ વાગ્યે પીઠીની વિધિ શરૂ થઈ હતી, જ્યારે લગ્ન સમારોહ રાત્રે નવ વાગ્યે શરૂ થયો.

ચહરના શાહી લગ્ન માટે શાહી મિજબાનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આગ્રાના સ્પેશિયલ ચાટ ઉપરાંત ખાવામાં હાથરસ રબડી વગેરે રાખવામાં આવ્યું. આ ઉપરાંત મહેમાનો થાઈ, ઈટાલિયન સાથે અવધી, મુગલાઈ, પંજાબી, સાઉથ ઈન્ડિયન ભોજન સહિત અન્ય વાનગીઓનો આનંદ પણ માણ્યો.

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રાહુલ ચહર પણ પિતરાઈ ભાઈના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યો હતો. રાહુલે મહેંદી સેરેમનીનો ફોટો શેર કરીને ભાઈને અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય ચાહકો પણ દિપકના લગ્નને લઈને ખુબ જ ઉત્સાહીત છે, તેમના લગ્ન સમારંભની તસ્વીર સામે આવતાની સાથે જ વાયરલ પણ થઇ રહી છે, હવે ચાહકો તેમને લગ્નના જોડામાં જોવા  માટે ઉત્સુક છે.

દિપક અને જયાના લગ્નની ઘણી બધી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, જેમાં આ કપલ ખુબ જ સુંદર દેખાઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં સામે આવેલા એક વીડિયોની અંદર દીપક લગ્નના મંડપમાં જયાનો હાથ પકડીને અને ફોટોગ્રાફરને પોઝ આપતા જોવા મળે છે. જેના બાદ દિપક જયાનો હાથ થામી અને મંડપમાં લઇ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Aarju💗🥺 (@sakshisingh.dhoni.fp)

તો જયા અને દીપકે પણ તેમના સોશિયલ મીડિયામાં લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં આ કપલ ખુબ જ ખુશ દેખાઈ રહ્યું છે, લગ્ન મંડપમાં વરમાળાની વિધિ દરમિયાન આ તસવીરો ક્લિક કરવામાં આવી હતી. તેમની તસવીરો ઉપર ચાહકો અને તેમના સાથી ક્રિકેટરો પણ શુભકામનાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by KalTak24 News (@kaltak24news)

સોશિયલ મીડિયામાં દિપક ચહેરના વરઘોડાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વાજતે ગાજતે દિપક ચહર લગ્ન સ્થળ ઉપર પહોંચતા જોવા મળી રહ્યો છે, આ દરમિયાન દિપક પણ ખુબ જ ખુશ જોવા મળી રહ્યો છે, તેની સાથે તેનો કાકાનો દીકરો રાહુલ ચહર પણ જોવા મળી રહ્યો છે. આ વીડિયોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel