ગર્લફ્રેન્ડ સાથે મોતના એક દિવસ પહેલા સેલિબ્રેટ કર્યો હતો વેલેન્ટાઇન ડે, તસવીર થઇ રહી છે વાયરલ

મૃત્યુના એક દિવસ પહેલા અભિનેતા દીપ સિદ્ધુએ મનાવ્યો હતો વેલેન્ટાઇન ડે, એમી વિર્કે કહ્યુ- મળી પણ ન શક્યો યાર

પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર દીપ સિદ્ધુનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. દિલ્હી નજીક કુંડલી બોર્ડર પાસે દીપ સિદ્ધુની કારનો સોનેપતમાં અકસ્માત થયો હતો, જેમાં તેણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. દીપ સ્કોર્પિયોમાં હતો અને તેની કાર ટ્રોલી સાથે અથડાઈ હતી.

આ દરમિયાન દીપ સિદ્ધુ સાથે અભિનેત્રી રીના રાય પણ સાથે હતી. હાલમાં રીનાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એક દિવસ પહેલા બંનેએ વેલેન્ટાઈન ડેની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી. આ પ્રસંગની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેના મોતના એક દિવસ પહેલા લેવામાં આવેલી આ તસવીરમાં દીપ વેલેન્ટાઈન ડે પર પંજાબી અભિનેત્રી રીના રાય સાથે પોઝ આપતો જોવા મળે છે.

આ તસવીરમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. રીના રાયે દીપ સાથેની પોતાની આ તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. આ તસવીરમાં રીના રાય સેલ્ફી લેતી જોવા મળી રહી છે અને તેણે ફોટો પર હેપ્પી વેલેન્ટાઈન ડે લખીને પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે.

પંજાબી અભિનેતા અને દીપ સિદ્ધુના સારા મિત્રોમાંના એક એમી વિર્કે સોશિયલ મીડિયા પર તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે દીપ માટે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે, જેમાં લખ્યું છે, ‘વાહેગુરુ વાહેગુરુ, વાહેગુરુ, ગયા અઠવાડિયે એક ફિલ્મની યોજના બનાવવા માટે ફોન આવ્યો, મેં કહ્યું ભાઈ જલ્દી મળીએ, હું આજે પંજાબની બહાર છું. હું મળી પણ ન શક્યો યાર.’ તમને જણાવી દઈએ કે દીપ સિદ્ધુ અને રીના રાય પંજાબી ફિલ્મ ‘રંગ દે પંજાબ’માં સાથે જોવા મળ્યા હતા.

રીના રાયે સોશિયલ મીડિયા પર દીપ સિદ્ધુ સાથેની ઘણી વધુ તસવીરો શેર કરી છે, જેમાં બંને વચ્ચેની સુંદર બોન્ડિંગ તેમના પ્રેમની કહાની કહી રહી છે. દીપ સિદ્ધુને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ માનવામાં આવે છે. તેણે ‘રમતા જોગી’ ફિલ્મથી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ પછી તે કેટલીક ફિલ્મોમાં જોવા મળ્યો હતો.

ચાહકો અને તેમના નજીકના લોકો સોશિયલ મીડિયા દ્વારા મૃતકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રીનાએ દીપ સિદ્ધુ સાથેની ઘણી વધુ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યાં ગત રાત્રે દીપ સિદ્ધુનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. ત્યાં તેની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રીના રાયને સામાન્ય ઈજા થઈ હતી. હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેતાએ આ વર્ષે ચર્ચામાં આવ્યો હતો અભિનેતાએ કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ 26 જાન્યુઆરીએ યોજાયેલી ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં ભાગ લીધો હતો. તે દરમિયાન આંદોલન સાથે સંકળાયેલા ઘણા લોકોએ હિંસાની ઘટનાઓને અંજામ આપ્યો હતો અને લાલ કિલ્લા પર ચઢીને ધાર્મિક ધ્વજ લહેરાવ્યો હતો. આ હિંસામાં લગભગ 500 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

Shah Jina