પ્રાણી સંગ્રહાલયમાં સિંહના વાડામાં જઈને સેલ્ફી લેવી યુવકને પડી ભારે, મળ્યું દર્દનાક મોત, જુઓ વીડિયો

રાજસ્થાની યુવક સિંહના વાડામાં સેલ્ફી લેવા ગયો, સિંહે કરી દીધો હુમલો, યુવકનું થયું મોત, સામે આવ્યા વીડિયો

Death while taking a selfie with a lion : ઘણા લોકો ફરવા માટે પ્રાણી સંગ્રહાલય કે જંગલ સફારીમાં જતા હોય છે. આ દરમિયાન ત્યાંના કેટલાક નિયમો પણ હોય છે અને આ નિયમોનું પાલન કરવું પણ ખુબ જરૂરી બને છે. ત્યારે ઘણીવાર લોકો નિયમોની અવગણના પણ કરતા હોય છે અને તેમને પોતાની ભૂલનું પરિણામ પણ ભોગવવું પડે છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિને પ્રાણી સંગ્રાલયમાં સિંહના વાડામાં જવું ભારે પડ્યું, અને તેનો જીવ જ ચાલ્યો ગયો.

સિંહના વાડામાં ઘુસ્યો માણસ :

આંધ્રપ્રદેશના તિરુપતિના એસવી ઝૂ પાર્કમાં એક અત્યંત દુ:ખદ ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. સેલ્ફી લેવા માટે તે ગેરકાયદેસર રીતે સિંહોના વાડામાં ઘૂસી ગયો હતો. આ દરમિયાન સિંહે તેના પર હુમલો કર્યો અને તે ગંભીર રીતે ઘાયલ થયો. સિંહે માણસની ગરદન પર હુમલો કર્યો, પરિણામે તેનું મૃત્યુ થયું. આ દુ:ખદ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક વ્યક્તિ, કથિત રીતે નશાની હાલતમાં, પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓની ચેતવણીઓ છતાં ઘેરામાં પ્રવેશ્યો.

સિંહે કર્યો હુમલો :

આ દરમિયાન તે સિંહ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સિંહે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. ઝૂના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ ઘટના બાદ પ્રાણી સંગ્રહાલયમાં વાહનવ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. પ્રાણી સંગ્રહાલયના સ્ટાફે કાર્યવાહી કરીને તમામ મુલાકાતીઓને ત્યાંથી બહાર કાઢ્યા હતા અને નવા મુલાકાતીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. મામલાની માહિતી મળતા જ વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

મળ્યું દર્દનાક મોત :

તેમણે ઘટનાની આસપાસના સંજોગોની તપાસ કરી. ત્યાં હાજર મુલાકાતીઓએ જણાવ્યું કે તે વ્યક્તિ પણ સિંહના હુમલાથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ઝાડ પર ચઢી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સિંહે આ વ્યક્તિ પર હુમલો કરીને તેને ખરાબ રીતે ઘાયલ કરી દીધો. જ્યારે સિંહે તેના પંજા વડે તેની ગરદન પર હુમલો કર્યો, ત્યારે તેના શરીરમાંથી ઘણું લોહી નીકળવા લાગ્યું અને તે દર્દનાક મોતને ભેટ્યો. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel