ફેમસ રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરવામાં આવેલ ફૂડમાંથી નીકળ્યો મરેલો ઉંદર, તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં દાખલ થયો વ્યક્તિ

ફેમસ રેસ્ટોરન્ટમાંથી વ્યક્તિએ કર્યો વેજ ફૂડનો ઓર્ડર, ખાતા જ દેખાયો મરેલો ઉંદર, તરત કરવો પડ્યો હોસ્પિટલાઇઝ !

બારબેક્યુ નેશન દેશનું જાણિતુ ફૂડ આઉટલેટ છે. લગભગ બધા જ મોટા શહેરોમાં હાજર આ આઉટલેટ હાલ ખબરોમાં છપાયેલુ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના રહેવાસી રાજીવ શુક્લા આ મહિનાની શરૂઆતમાં મુંબઇ ગયા હતા, જ્યાં તેમણે બારબેક્યુ નેશનના આઉટલેટથી શાકાહારી ફૂડ ઓર્ડર કર્યુ હતુ, પણ ત્યારે તેમના હોંશ ઉડી ગયા જ્યારે ફૂડમાંથી મરેલો ઉંદર નીકળ્યો.

બારબેક્યુ નેશનના વેજ ફૂડમાંથી નીકળ્યો મરેલો ઉંદર

એટલું જ નહિ, રાજીવ બીમાર પડી ગયા અને તરત તેમને હોસ્પિટલ લઇ જવાયા, જ્યાં ત્રણ દિવસ સુધી તે એડમિટ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ઉલ્લેખ કર્યા બાદ તે સતત ચર્ચામાં છે. ટ્વિટર પર આ વાતની જાણકારી આપતા તેમણે લખ્યુ- હું પ્રયાગરાજનો રાજીવ શુક્લા (શુદ્ધ શાકાહારી) મુંબઇ ગયો હતો.

હોસ્પિટલમાં 75 કલાકથી વધારે સમય સુધી વ્યક્તિ દાખલ રહ્યો

8 જાન્યુઆરી 2024ના રોજ મેં બારબેક્યુ નેશનના વર્લી આઉટલેટથી વેજ મીલ બોક્સ ઓર્ડર કર્યુ હતુ, જેમાંથી મરેલો ઉંદર નીકળ્યો. હું હોસ્પિટલમાં 75 કલાકથી વધારે સમય સુધી દાખલ રહ્યો. નાગપાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નથી દાખલ થઇ, પ્લીઝ મારી મદદ કરો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, રાજીવ શુક્લાએ બારબેક્યુ નેશનના કસ્ટમર કેરમાં ફોન કરી ફરિયાદ કરી હતી પણ તેમણે ધ્યાન ન આપ્યુ.

રાજીવે નાગપાડા પોલિસ સ્ટેશનમાં જઇ પણ ફરિયાદ દાખલ કરી, પણ કોઇ ફાયદો ન થયો. સાથે જ તેમણે બાંદ્રાના ખાદ્ય એવં ઔષધી પ્રશાસન પાસે પણ જઇ આ મામલાની જાણકારી આપી. આ પોસ્ટ પર બારબેક્યુ નેશને પણ રિપ્લાય કર્યો અને કહ્યુ કે આઉટલેટના રીજનલ ઓફિસર સતત રાજીવ શુક્લા સાથે સંપર્કમાં છે, બારબેક્યુ નેશનના વર્લી આઉટલેટે કહ્યુ- તેમણે આ મામલે તપાસ કરાવી છે અને આવી કોઇ વાત સામે નથી આવી.

Shah Jina