વાયરલ

દર્દથી પીડાઈ રહી હતી આ નાની ટેણકી, ત્યારે જ તેના પપ્પાએ વાપર્યો એવો જુગાડ કે એક ક્ષણમાં જ દર્દ થઇ ગયું ગાયબ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં અવનવા જુગાડ જોવા મળતા હોય છે. ત્યારે હાલ એક પપ્પાનો અનોખો જુગાડ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, આપણે બધા જાણીએ છીએ કે બાળકોનો દુધીયો દાંત જયારે તૂટવાનો હોય ત્યારે તેમને ખુબ જ પીડા થતી હોય છે. ત્યારે એક પિતાએ પોતાની દીકરીનું આ દુઃખ દૂર કરવા માટે અનોખો જુગાડ અપનાવ્યો. જેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

બાળકોને જયારે દાંત તૂટવાનો હોય ત્યારે તેમની પીડા તેમના માતા પિતાથી પણ જોવાતી નથી હોતી, ત્યારે બાળકોના દાંત વહેલા નીકળે એ માટે થઈને તેઓ અવનવા જુગાડ પણ કરતા હોય છે, એવો જ જુગાડ એક બાપે કર્યો, અને એક જ ક્ષણમાં તેમની દીકરીનો દાંત બહાર આવી ગયો અને તેને દુખાવામાં રાહત મળી ગઈ.

એક બાળકી તેના દુધિયા દાંત કાઢવા માટે હેરાન થઇ રહી હતી. તે દર્દથી ત્રાસી ગઈ હતી અને ઈચ્છતી હતી કે તેનો દાંત જલ્દીથી નીકળી જાય. તેના પિતા પણ જાણતા હતા કે આખરે કઈ યુક્તિથી બાળકના દૂધના દાંતને બહાર કાઢી શકાય છે. પપ્પાએ યુક્તિ દ્વારા દુધિયા દાંતને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. તેણે બાળકના દાંતની આસપાસ દોરો બાંધ્યો અને તેને રગ્બી બોલ સાથે બાંધી દીધો. પછી પિતાએ પગ વડે બોલને લાત મારવાનું કહ્યું.

 

View this post on Instagram

 

A post shared by ESPN (@espn)

છોકરીને સમજાયું નહીં કે પિતા શું કરવા માગે છે, પરંતુ પછી છોકરીએ તેના પગથી રગ્બી બોલને જોરથી લાત મારી અને તેના દુધીયો દાંત બહાર આવી ગયો. જેને જોઈને બાળકી પણ શૉક થઇ જાય છે. તે સમજી શક્તિ નથી કે આખરે આ કેવી રીતે થઇ ગયું. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.