લગ્નમાં પિતા સાથે દીકરીએ કર્યો એવો ધાંસૂ ડાન્સ કે વીડિયો જોઇ લોકો પણ બોલી ઉઠ્યા- લકી ગર્લ

લગ્નમાં દુલ્હને તેના પિતા સાથે કર્યો જબરદસ્ત ડાંસ, વીડિયો જોઇ લોકોએ કહ્યુ- લકી ગર્લ

લગ્ન હોય કે પછી કોઇ પાર્ટી ફંક્શન ડાંસના તડકા વિના તે અધૂરુ લાગે છે. લગ્નના અવસર પર ડાન્સ ના હોય તેવું કેવી રીતે બને. લગ્ન ફંક્શનમાં રસ્મો વચ્ચે ઘણીવાર એકથી એક ડાંસ પરફોર્મન્સ જોવા મળે છે. આ દરમિયાન કેટલાક એવા ડાન્સ હોય છે, જે દિલ લૂંટી લે છે તો કેટલાક એવા હોય છે જે ઇમોશનલ કરી દે છે. કેટલાક ડાન્સ મોજ મસ્તીથી અલગ સૌનું ધ્યાન ખેંચવામાં પણ કામયાબ રહે છે.

ઘણીવાર દુલ્હા-દુલ્હનની જોડી સારી લાઇમલાઇટ લઇ જાય છે અને બધાના મોઢા પર બસ તેમના જ પરફોર્મન્સની પ્રશંશા થાય છે. પણ આજે અમે તમને એક એવો વીડિયો બતાવીશપં જે એક પિતા અને દીકરીની જોડીનો છે. ઇન્સ્ટાગ્રામ madoverthumkas નામના પેજ પર એક બાપ-દીકરીના ડાન્સનો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ જોડી ગીત બન-ઠન ચલી દેખો છે અને પિતા પણ દીકરી સાથે જુગલબંધી નિભાવવામાં કોઇ કસર છોડી રહ્યા નથી.

તે પૂરા જોશ અને ઉત્સાહ સાથે સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો જોઇ બધા પોતાનું દિલ હારી બેઠા છે. આ જોડીએ પોતાના ડાંસથી બધાના દિલને સ્પર્શી લીધુ. વીડિયોમાં જોઇ શકાય છે કે ના તો દીકરીના સ્ટેપ્સ ઓછા પડી રહ્યા છે અને ના તો પપ્પાના. યુઝર્સને આ ડાન્સ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે અને તે દુલ્હનને લકી ગર્લ પણ જણાવી રહ્યા છે.

Shah Jina