મા તો મા હોય છે, દુનિયાના દરેક ખતરા સામે પોતાના બચ્ચાને બચાવે છે, જોઈ લો આ વીડિયોમાં, કેવી રીતે ખતરનાક સાપ સામે મરઘીએ બચ્ચાંની રક્ષા કરી

એક માતા પોતાના બાળકોનું રક્ષણ કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે, જેના ઘણા પુરાવા તમે સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોની અંદર જોઈ શકો છો અને એટલે જ માતાને ઈશ્વર કરતા પણ સર્વોપરી માનવામાં આવે છે. માતા ભલે મનુષ્યની હોય કે પ્રાણીઓ અને પક્ષીઓની. એક માતા તેના બાળકને તેના પોતાના જીવ કરતા વધારે પ્રેમ કરે છે. જો બાળકોની સામે મુસીબત આવે છે, તો તે તેના જીવનને મોતના મુખમાં મૂકતા પહેલા એક વાર પણ વિચારતી નથી.

મા તેના બાળકો માટે દુનિયા સાથે લડી શકે છે અને તેમને હરાવી પણ શકે છે. મા કંઈપણ કરીને પોતાની બાળકો ઉપર આંચ પણ આવવા દેતી નથી. સોશિયલ મીડિયામાં હાલમાં એક ‘મા’નો વીડિયો ઈન્ટરનેટ યુઝર્સના દિલ જીતી રહ્યો છે. આ વીડિયોમાં એક ‘મા’ પોતાના બાળકોની ખાતર પોતાનો જીવ દાવ ઉપર લગાવતી જોવા મળે છે.

વીડિયોમાં જે માતા પોતાનો જીવ દાવ પર લગાવતી જોવા મળે છે તે એક મરઘી છે. તે તેના બચ્ચાઓને ખતરનાક સાપથી બચાવવા તેના જીવ પર રમે છે. આ પછી તે ખતરનાક સાપને પણ હરાવી દે છે. તમે જોઈ શકો છો કે મરઘી તેના બચ્ચાઓ સાથે બેઠી છે, ત્યારે જ તેને ભયનો અનુભવ થાય છે. તે પછી તે સતર્ક થઈ જાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મરઘી તેના બાળકો પાસે બેઠી હતી, ત્યારે અચાનક એક ખતરનાક સાપ તેના બાળકોને મારવા ત્યાં આવી ગયો. વીડિયો જોઈને ખબર પડે છે કે સાપ તેના બચ્ચાઓનો શિકાર કર્યા પછી જ તેની માનશે. આ પછી તે બચ્ચાઓ તરફ જાય છે. તે જ સમયે, જ્યારે મરઘી એક ખતરનાક શિકારીને તેના બાળકો તરફ આવતા જુએ છે, ત્યારે તે તેની સામે ખડકની જેમ ઉભી રહે છે.

તમે જોઈ શકો છો કે જેવો સાપ બચ્ચાઓની નજીક પહોંચે છે, સાપ બચ્ચાને પોતાનો શિકાર બનાવે તે પહેલાં મરઘી તરત જ તેના પર હુમલો કરી દે છે. મરઘી એક પછી એક ચાંચ મારીને સાપને ચૂંટી કાઢે છે અને તે તેના તમામ બચ્ચાઓને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવામાં સફળ થાય છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે.

Niraj Patel