હાર્દિક પંડ્યા પર ભડક્યો આ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર, કહ્યું, “આવતી મેચ હારો.. હસો અને પછી આ બકવાસ રિપીટ કરો..”, બની રહ્યો છે મઝાક

આ દિગ્ગજ ફાસ્ટ બોલરે હાર્દિક પંડ્યાને લીધો આડે હાથ, ટ્વિટ કરીને એવું કહ્યું કે હવે લોકો હાર્દિકની ઉડાવી રહ્યા છે ખીલ્લી… જુઓ

Dale Steyn slammed Hardik Pandya : IPLનું 5 વારનું ટાઇટલ જીતવા વાળી મુંબઈ ઇન્ડિયન્સનું પર્ફોમન્સ આ વર્ષે કઈ ખાસ સારું નથી રહ્યું. ટીમ આઇપીએલ પહેલાથી જ સતત ચર્ચામાં છે. મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ટીમની કમાન રોહિત શર્માના હાથમાંથી લઈને હાર્દિક પંડ્યાના હાથમાં સોંપી દીધી, જેના બાદ લોકો સતત હાર્દિક પંડ્યાને ટ્રોલ કરી રહ્યા છે અને તેમાં પણ એક પછી એક મુંબઈની હાર બાદ ચાહકો વધુ ગુસ્સામાં પણ જોવા મળી રહ્યા છે. માત્ર ચાહકો જ નહિ કેટલાક પૂર્વ ક્રિકેટરો પણ હવે સવાલ ઉઠાવી રહ્યા છે.

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને એ ખેલાડીઓ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે, જેઓ IPLમાં જીત કે હાર પછી પોતાની લાગણી વ્યક્ત કરવાને બદલે સુરક્ષિત વાતો કહેતા જોવા મળે છે. સ્ટેને ટ્વીટર પર મુંબઈ ઈન્ડિયન્સના સુકાની હાર્દિક પંડ્યા પર કટાક્ષ કર્યો, જે મેચ પછી હસતાં અને શાંત અંદાજમાં જોવા મળ્યો હતો.

સોમવારે IPL 2024 ની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સના હાથે 8 બોલ બાકી રહેતા 9 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જયપુરમાં રમાયેલી મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 9 વિકેટે 179 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 18.4 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

મેચ બાદ હાર્દિક પંડ્યાને પૂછવામાં આવ્યું કે તે તેની ટીમના ખેલાડીઓ વિશે શું કહેશે. જવાબમાં પંડ્યાએ હસતાં હસતાં કહ્યું કે ખેલાડીઓની ટીકા કરવાનો આ યોગ્ય સમય નથી કારણ કે ટીમમાં બધા જ પ્રોફેશનલ છે. ડેલ સ્ટેને ખેલાડીઓની આવી બયાનબાજીથી ગુસ્સે ભરાયો જેમાં કેપ્ટનોએ કહ્યું કે તેમને પ્રક્રિયામાં વિશ્વાસ છે અને તેઓ મૂળભૂત બાબતોને વળગી રહેશે.

ડેલ સ્ટેને પંડ્યા અને X પરના અન્ય ક્રિકેટરોને મેચ પછી વધુ તથ્યપૂર્ણ બનવા વિનંતી કરી. સ્ટેને પોસ્ટ કર્યું, “મારું ધ્યાન તે દિવસો પર છે જ્યારે ખેલાડીઓ પ્રામાણિકપણે કહે છે કે તેમના મગજમાં શું છે. તેના બદલે, આપણે સલામત વસ્તુઓ કહીને આપણી જાતને અને આપણા મગજને મૂર્ખ બનાવીએ છીએ, આગલી મેચ હારી જઈએ છીએ, સ્મિત કરીએ છીએ અને પછી તે જ બકવાસનું પુનરાવર્તન કરીએ છીએ.”

Niraj Patel