પગ પણ નીચે નથી પહોંચતા એવું ટેણીયું દાદીને પાછળ બેસાડી હવા સાથે વાતો કરતા મોપેડને ભગાડી રહ્યો હતો અને પછી… જુઓ વીડિયો

ટેણીયું ફૂલ સ્પીડમાં મોપેડ રોડ પર ભગાડતુ હતું પાછળ બેઠા હતા દાદી, લોકોએ કહ્યું, “દાદીને એરોપ્લેનની સફર કરાવી દીધી…” જુઓ વીડિયો

આજકાલ છોકરાઓને સ્પીડમાં વાહન ચલાવવું ખુબ જ ગમે છે અને તેમાં પણ આજે જે બાળકોના ડ્રાઈવિંગ લાયસન્સની ઉંમર પણ ના થઇ હોય એવા છોકરાઓ પણ તમે ફૂલ સ્પીડમાં વાહન લઈને ભાગતા જોયા હશે. ઘણીવાર તેઓ અકસ્માતના પણ ભોગ બનતા હોય છે, ત્યારે તેમના વાલીઓની આંખો પણ ખુલે છે.

સોશિયલ મીડિયામાં પણ એવા ઘણા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે, ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ટેણીયું તેના દાદીને મોપેડ પાછળ બેસાડીને સડસડાટ ભગાવી રહ્યો છે. જેને જોઈને કોઈને પણ ગુસ્સો ચોક્કસ આવી જાય. આ વીડિયો ઘણા લોકો માટે ચેતવણી રૂપ પણ બનતો જોવા મળે છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ટેણીયું ફૂલ સ્પીડમાં મોપેડ ચલાવી રહ્યું છે. તેની પાછળ એક મોટી ઉંમરના દાદી પણ બેઠા છે. આ ટેણીયું હવા સાથે વાતો કરતો હોય તેમ મોપેડને ભગાડી રહ્યો છે. આ દરમિયાન બાજુમાં રહેલા કોઈ વાહન ચાલકે તેનો વીડિયો બનાવી લીધો. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે જે વાહનમાંથી વીડિયો શૂટ થતો હતો તેને પણ આ ટેણીયું ઓવરટેક કરીને આગળ નીકળી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by jagesgwar sinha (@aj_____boy_aj_____)

ત્યારે આ વીડિયોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ વાયરલ થઇ ગયો, ઘણા લોકો કોમેન્ટની અંદર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરતા જોવા મળ્યા. એક યુઝર્સે લખ્યું “જીવતા જીવંત સ્વર્ગની છેલ્લી યાત્રા. અન્ય યુઝરે કહ્યું “દાદી, તમે ક્યાં છો ? તમે એરોપ્લેનમાં નથી. એક વ્યક્તિએ તો ત્યાં સુધી લખ્યું કે આ છોકરો યમરાજ સાથે રેસ કરી રહ્યો છે.

Niraj Patel