સાયરસ મિસ્ત્રીની કાર તેનો ડ્રાઈવર નહીં પણ મુંબઈની સ્ત્રી રોગની મહિલા ડોક્ટર ચલાવી રહી હતી, થયો નવો ખુલાસો

ભારત દેશના દિગ્ગજ અબજોપતિ બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીના (Cyrus Mistry) મૃત્યુને લઈને હવે એક નવી અપડેટ સામે આવી છે. જેમાં સાયરસ મિસ્ત્રીની મર્સિડીઝ કાર, જે પાલઘરના ચકોટી પાસે Car Accident થઈ હતી, અને ઓન થઈ સ્પોટ તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, તે કાર ડ્રાઈવર ચલાવી રહ્યો ન હતો. કાર તેની પારિવારીક મહિલા ફ્રેન્ડ ડો. અનાહિતા પંડોલે ચલાવી રહી હતી. મહિલા સહકર્મી મુંબઈની ડોક્ટર છે.

કારમાં કુલ 4 લોકો હતા. તેઓ અમદાવાદથી મુંબઈ આવી રહ્યા હતા.તેઓ નવસારી પાસેના ઉદવાડાથી પાછા આવી રહ્યા હતા. મુંબઈમાં રહેતા પારસી સમુદાય માટે આ સ્થળ ખુબ નજીકનો સંબંધ છે. તે એક પારસી ધાર્મિક સ્થળ છે. તેઓ એક ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થવા આવ્યા હતા. ગઈકાલે રવિવારે 4 સપ્ટેમ્બરે બપોરે લગભગ બપોરે 3 વાગ્યા આસપાસ આ મર્સીડીઝ લક્ઝુરિયસ કાર સૂર્યા નદી પરના પુલ પર આવતાં ડિવાઈડર સાથે અથડાઈ હતી.

જેના કારણે સાયરસ મિસ્ત્રી સહિત બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને ઘાયલ લોકોને સ્થાનિક કાસ હોસ્પિટલમાં એડમિટ છે. વૈભવી મર્સીડીઝ ગાડીમાં કુલ 4 લોકો સવાર હતા. આ ખતરનાક અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી સાથે તેમના મિત્ર જહાંગીર દિનશા પંડોલેનું પણ મૃત્યુ થયું છે. આ સિવાય ડો. અનાહિતા પંડોલે તેની સાથે મુસાફરી કરી રહી હતી. અનાહિતા પંડોલે મુંબઈમાં એક ડોક્ટર છે.

તેણી પતિ દારિયસ પંડોલે પણ તેમની સાથે હતા. આ બંનેની સારવાર શરૂ કરવામાં આવી છે.જહાંગીર દિનશા પંડોલે, અનાહિતા પંડોલેના પતિ દારિયસ પંડોલેના ભાઈ હતા. તમને જણાવી દઈએ કે લાઈમલાઈટથી દૂર રહેનાર સાયરસ મિસ્ત્રી બિઝનેસ જગતનું બહુ જ મોટું નામ છે. તેઓ ભારતીય મૂળના પ્રખ્યાત અરબપતિ પલોનજી શાપૂરજી મિસ્ત્રીના સૌથી નાના પુત્ર હતા. 93 વર્ષની વયે પલોનજીનું આ વર્ષે જૂનમાં નિધન થયું હતું.

4 જુલાઈ 1968ના રોજ જન્મેલા સાયરસ મિસ્ત્રીની ઉંમર 54 વર્ષની હતી. પલોનજી મિસ્ત્રીએ એક આયરિશ મહિલા સાથે લગ્ન કર્યા અને પછી તેઓ આયર્લેન્ડના નાગરિક બન્યા. તેમના દીકરા સાયરસ મિસ્ત્રીનો જન્મ પણ આયર્લેન્ડમાં થયો હતો. મુંબઈમાં શરૂઆતનો અભ્યાસ પૂરો કર્યા પછી લંડનથી એન્જિનિયરિંગ અને પછી ત્યાંથી એમબીએ કરીને બિઝનેસ જગતમાં સિક્કો જમાવનાર સાયરસ મિસ્ત્રીની જીવનયાત્રા ખૂબ જ રસપ્રદ રહી છે.

ટાટા ગ્રુપના ચેરમેન બનવાથી લઈને રતન ટાટા સાથેના વિવાદ સુધી પણ તેઓ હેડલાઈન્સમાં રહ્યા હતા. સાયરસ મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેન બન્યા અને પછી તેમને પદ પરથી હટાવવામાં આવ્યા. તેમને પદ પરથી હટાવવા સામે ટાટા જૂથ સાથે ઘણો સંઘર્ષ કર્યો અને તેમના અધિકારો માટે લડતા રહ્યા.

YC