‘સાયકલ ગર્લ’ જયોતિ પાસવાનના પિતા મોહનની અચાનક મોત થતા આખા ગામમાં માતમનો સન્નાટો

ટ્રમ્પની દીકરીએ પણ આ સાયકલ ગર્લની પ્રશંસા કરી હતી, જાણો અચાનક કઈ રીતે થયું મૃત્યુ

બિહારના દરભંગાની ‘સાયકલ ગર્લ’ જયોતિ પાસવાનના પિતા મોહન પાસવાનની મોત થઇ ગઇ છે. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, હાર્ટ એટેકને કારણે તેમની આજે સવારે મોત થઇ ગઇ છે.

જયોતિના પરિવારે મોતની પુષ્ટિ કરી છે. જયોતિ પાસવાન છેલ્લા વર્ષે કોરોના કાળના દરમિયાન લોકડાઉનમાં તેના પિતાને સાયકલ પર બેસાડી ગુડગાંવથી દરભંગા લાવવા પર ચર્ચામાં આવી હતી.

જાણકારી અનુસાર જયોતિ પાસવાનના પિતા મોહન પાસવાનના કાકાની 10 દિવસ પહેલા જ મોત થઇ ગઇ હતી. તેમના જ શ્રાદ્ધ કર્મના ભોજ માટે સમાજના લોકો સાથે મોહન પાસવાાન બેઠક કરી રહ્યા હતા. મીટીંગ ખત્મ થયા બાદ તેઓ ઊભા થઇ રહ્યા હતા અને પડી ગયા અને તેમની મોત થઇ ગઇ.

વર્ષ 2020માં લાગેલ કોરોના લોકડાઉન દરમિયાન તે બીમાર પિતાને ગુરુગ્રામથી લઇને 1300 કિલોમીટર સાયકલ પર બેસાડી ઘરે લાવી હતી. તેના એ સમયના સાહસને કારણે તે દેશ-વિદેશમાં જાણીતી બની હતી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની દીકરીએ પણ તેની પ્રશંસા કરી હતી. લોકડાઉન દરમિયાન 13 વર્ષિય જયોતિ તેના પિતા મોહન પાસવાનને સાયકલ પર બેસાડીને ગુડગાંવથી 8 દિવસમાં દરભંગા પહોંચી હતી.

તમને જણાવી દઇએ કે, 25 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મેદીએ જયોતિ કુમારી સાથે વર્ચુઅલ સંવાદથી વાત કરી હતી. સાયકલ ગર્લ જયોતિને આ વખતે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2021થી નવાજવામાં આવશે.

Shah Jina