“મોદી દાદાએ 2000ની નોટ બંધ કરી ત્યારે ખબર પડી…”, આ બાળકીના ક્યૂટ વીડિયોએ જીત્યા યુઝર્સના દિલ, તમે પણ જુઓ
Cute video of baby girl : સોશિયલ મીડિયા પર રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયો એવા પણ હોય છે જે દિલ જીતી લેતા હોય છે. તેમાં પણ ખાસ કરીને નાના બાળકોના ક્યૂટ અવાજ અને હાવભાવ લોકો જોવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા જ 2000ની નોટ ચલણમાં બંધ થવાની જાહેરાત થઇ અને તેના પર પણ ઘણા બધા વીડિયો બન્યા.
ઘણા ક્રિએટરો દ્વારા નોટબંધીને લઈને અલગ અલગ મીમ અને વીડિયો બનાવવામાં આવ્યા હતા. પરંતુ હાલ એક નાની બાળકીના વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે. તેને આ 2000ની નોટ બંધ થવા વિશે એવો જબરદસ્ત વીડિયો બનાવ્યો કે લોકો પણ આ ઢીંગલીના ફેન બની ગયા છે.
વીડિયોમાં બાળકી કહી રહી છે કે, “મોદી દાદાએ 2000ની નોટ બંધ કરીને તેય ખબર પડી મમ્મીયું પાંહે પૈસા સે, આપણે કંઈક લેવાનું કીધું હોય તો કેય નથી…..નથી….નથી મારે થોડું પૈસાનું ઝાડ વાવ્યું છે. હવે ખબર પડી કે મમ્મી જ એક મોટી બેન્ક છે.” ત્યારે આ વીડિયોને હવે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
આ બાળકીના હાવભાવ અને બોલવાનો અંદાજ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને 18 લાખ કરતા પણ વધારેલ લોકો આ વીડિયોને જોઈ ચુક્યા છે. આ વીડિયોને સી એસ ડોંડા નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો પર લોકો ઘણા બધા પ્રતિભાવ આપતા જોવા મળ્યા છે અને બાળકીના વખાણ પણ કરી રહ્યા છે.