જેલમાંથી ભાગવા માટે આ કેદીએ બનાવ્યો એવો પ્લાન કે પોલીસ પણ ચકરાવે ચઢી ગઈ, બ્લાઉઝ, સ્કર્ટ, વિગ પહેરી અને પછી… જાણો સમગ્ર મામલો

જેલમાં બંધ કેદીઓ બહાર નીકળવા માટે રાહ જોઈને બેઠા હોય છે, ઘણા કેદીઓ વિચારે છે કે તેમની સજા ઓછી થઇ જાય, તો ઘણા કેદીઓ સજા પુરી થાય એ પહેલા જ જેલમાંથી ભાગવા માટેના પ્લાન બનાવી દેતા હોય છે, ઘણા કેદીઓ તેમાં સફળ પણ થાય છે તો ઘણા કેદીઓ પકડાઈ પણ જાય છે, પરંતુ જેલમાંથી ભાગવા માટેના તેમના પ્લાન જોઈને પોલીસ પણ હેરાન રહી જાય છે.

હાલ એક એવો જ મામલો સામે આવ્યો છે. જેમાં જેલમાંથી ભાગવા માટે ડ્રગ ગેંગનો ટોચનો લીડર મહિલાના ગેટઅપમાં આવ્યો હતો. તે જેલમાંથી બહાર નીકળવામાં પણ સફળ રહ્યો, પરંતુ થોડા જ અંતરે પોલીસે તેને ફરીથી પકડી લીધો. આ કુખ્યાત ગુનેગારનું નામ સીઝર ઓર્ટીઝ છે. તેને ગોર્ડિટો લિન્ડો અથવા ક્યૂટ ચુબ્બી તરીકે પણ ઓળખવામાં આવે છે. મામલો પેરાગ્વેનો છે. સીઝર રાજધાની અસુન્સિયનમાં ટેકુમ્બ નેશનલ પેનિટેન્ટરીમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર એક મહિલા જેલમાં ગુનેગારને મળવા આવી હતી. સીઝર તેની સાથે ખાનગી રૂમમાં ગયો. થોડા સમય પછી, સીઝર ઓલિવ બ્લાઉઝ અને વાદળી સ્કર્ટ પહેર્યો. તેને તેના નખ પર સફેદ નીલ પોલીશ, નકલી પાંપણો, તેના ચહેરા પર મેકઅપ અને વિગ પહેરી.

અધિકારીઓએ જણાવ્યું કે મહિલાઓના ગેટઅપમાં કેટલાક ચેક પોઈન્ટ પર કોઈએ સીઝરને જોયો નથી. ત્યારબાદ ગાર્ડે જેલના એક્ઝિટ ગેટનો દરવાજો ખોલ્યો. પરંતુ જેલથી થોડે દૂર સીઝર ફરી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. તેની સાથે, પોલીસ દ્વારા વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જે તમામ પર સીઝરને જેલમાંથી ભાગી છૂટવામાં મદદ કરવાનો આરોપ છે.

આ ઘટના બાદ સીઝરને અન્ય જેલમાં ખસેડવામાં આવ્યો છે. જો કે તેની પત્ની જેસિકા સેલિનાસે આની સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે અધિકારીઓને તેના પતિને પાછા ટ્રાન્સફર કરવા કહ્યું છે. આ ઉપરાંત ન્યાય મંત્રાલયે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં 4 લોકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે સીઝર લેટિન અમેરિકન ડ્રગ ડીલિંગ ગેંગ રોટેલા ક્લાનનો સેકન્ડ લીડર ઇન કમાન્ડ છે. હાલમાં, આ ગેંગ પેરાગ્વેમાં ડ્રગ્સના વેપારને નિયંત્રિત કરવા માટે યુદ્ધ લડી રહી છે. તે લોકો ફર્સ્ટ કેપિટલ કમાન્ડ સાથે સ્પર્ધા કરી રહ્યા છે, જે બ્રાઝિલની સૌથી શક્તિશાળી જેલ ગેંગ અને કોકેઈન નિકાસકાર છે.

Niraj Patel