આ યાત્રીએ બુરખામાં છુપાવ્યું હતું એવી રીતે લાખો રૂપિયાનું સોનુ, કે જોઈને અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા, જુઓ વીડિયો

આપણા દેશની અંદર ઘણા લોકો સોનાની તસ્કરી કરતા ઝડપાય છે. એરપોર્ટ ઉપર વિદેશથી છુપી રીતે સોનુ લઈને આવતા ઘણા લોકોને એરપોર્ટ ઉપર જ કસ્ટમ વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવતા હોય છે. જેમના સોનુ છુપાવવાના જુગાડ જોઈને કસ્ટમ અધિકારીઓ પણ હેરાન રહી જાય છે. ત્યારે હાલ એવા જે એક યાત્રીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં આ યાત્રી વિદેશથી લાખો રૂપિયાનું સોનુ છુપાવીને લાવતો જોવા મળી રહ્યો છે.

તેલંગાણાનો એક યાત્રી દુબઈથી પરત આવ્યો હતો. હૈદરાબાદ એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ આ મુસાફર સામે સોનાની દાણચોરીનો કેસ નોંધ્યો છે. આ યાત્રીએ બુરખા પર મોતીના રૂપમાં સોનું છુપાવ્યું હતું. રવિવારે આ યાત્રી લગભગ ₹18.18 લાખની કિંમતનું 350 ગ્રામ સોનું લઈને દુબઈથી હૈદરાબાદ પહોંચ્યો હતો. બુરખા સાથે જોડાયેલા સેંકડો મોતીઓમાં સોનું છુપાયેલું હતું.

હૈદરાબાદ કસ્ટમ્સે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં એક વ્યક્તિ બુરખામાંથી સોનાની માળા કાઢી રહ્યો છે. કસ્ટમ વિભાગે લખ્યું છે કે, હૈદરાબાદ કસ્ટમ્સે 27 ફેબ્રુઆરીએ ફ્લાઇટ નંબર FZ-439માં દુબઈથી આવેલા એક યાત્રી વિરુદ્ધ 18.18 લાખ રૂપિયાના 350 ગ્રામ વજનના સોનાની દાણચોરીનો કેસ નોંધ્યો છે. આ સોનું મોતીના રૂપમાં છુપાયેલું હતું જે બુરખા સાથે જોડાયેલ હતું.

અન્ય ટ્વિટમાં, કસ્ટમ અધિકારીઓએ મોતીની તસવીર શેર કરી અને ખુલાસો કર્યો કે એક પુરૂષ મુસાફરે તેના ચેક-ઇન સામાનના ભાગરૂપે સોનું છુપાવ્યું હતું. જણાવી દઈએ કે હૈદરાબાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીના આવા ઘણા મામલાઓનો પર્દાફાશ કર્યો છે. જાન્યુઆરીમાં અધિકારીઓને એક મુસાફરની પટ્ટી નીચે છુપાયેલ 47 લાખ રૂપિયાની સોનાની પેસ્ટ મળી આવી હતી. અગાઉ, સુદાનની એક મહિલા પ્રવાસી પાસેથી રૂ. 58 લાખનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, જેણે આ સોનું તેના અન્ડરગાર્મેન્ટ્સ અને હેન્ડ બેગેજમાં છુપાવ્યું હતું.

Niraj Patel