ચેન્નાઇ અને દિલ્હીની મેચમાં ધ્રુસકે ધ્રુસકે રડી રહેલી ચેન્નાઇની આ નાનકડી સમર્થક માટે ધોનીએ કર્યું દિલ જીતી લે તેવું કામ

આઈપીએલનો રોમાન્સ જામી રહ્યો છે. હવે આઇપીએલ તેના છેલ્લા પડાવમાં છે. પ્લે ઓફના મુકાબલા શરૂ થઇ ગયા છે. જેમાં ગઈકાલે યોજાયેલી પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ સામે સામે ટકરાયું હતું. આ દિલ ધડક મેચમાં આખરે ચેન્નાઈનો વિજય થયો, જેમાં મહેન્દ્રસિંહ ધોનીએ જીતનો ફટકો માર્યો.

આ દરમિયાન મેદાનમાંથી પણ ઘણા બધા દૃશ્યો સામે આવ્યા. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સની એક નાનકડી સમર્થકને ખુબ જ ઈમોશનલ થતા જોવામાં આવી હતી. આ નાનકડી દીકરી અને તેનો ભાઈ બંનેની આંખોમાં આંસુઓ જોવા મળ્યા હતા. ચેન્નાઈની વિકેટ પડવાની સાથે જ આ ભાઈ- બહેન ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. તો જયારે ચેન્નાઇએ જીત મેળવી લીધી ત્યારે પણ આ બંને ખુબ જ ભાવુક થયા હતા.

કેમેરામેન દ્વારા પણ આ દૃશ્યો વારંવાર બતાવવામાં આવી રહ્યા હતા. ત્યારે ધોનીએ ફક્ત મેચ જ નહોતી જીતી પરંતુ આ બંને બાળકોના દિલ પણ જીતી લીધા હતા. ધોનીએ મેચની તરત બાદ આ બંને બાળકોને પોતાનો ઓટોગ્રાફ કરેલો વિનિંગ બોલ આપતા પણ નજર આવ્યા હતા. આ બંને બાળકો માટે આ ક્યારેય ના ભૂલી શકનારી પળ હતી. બંને બાળકો ધોની દ્વારા બોલ મળવાની સાથે જ ખુશ થઇ ગયા હતા.

ધોનીની બેટિંગ જોઈને સ્ટેન્ડમાં બેઠેલી તેની પત્ની સાક્ષી અને તેની દીકરી જીવા પણ ખુબ જ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા હતા. ધોનીના વિનિંગ શોટ મારવા ઉપર સાક્ષી જીવાને ગળે મળતા પણ જોવા મળી હતી. જેના વિડીયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ચેન્નાઇ સુપર કિંગ્સ દિલ્હીને હરાવીને 9મી વખત આપીએલમાં પહોંચી છે. પહેલા ક્વાલિફાયરમાં ધોની પોતાના સંપૂર્ણ રંગમાં જોવા મળ્યો હતો. ધોની 7માં નંબર ઉપર બેટિંગ કરવા માટે આવ્યો અને બાજી પલટીને રાખી દીધી.

દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 5 વિકેટના નુકશાન ઉપર 172 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઇની ટીમે 2 બોલ બાકી રહેતા જ 4 વિકેટથી આ મુકાબલો જીતી લીધી હતો. કપ્તાન ધોનીએ માત્ર 6 બોલની અંદર 3 ચોક્કા અને એક છક્કાની મદદથી 18 રન બનાવ્યા હતા.

Niraj Patel