CSKના નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની દુલ્હનિયા પણ છે ક્રિકેટર, આવી રીતે ટકરાઇ હતી નજર અને પછી બંધાયા ભવોભવના બંધનમાં…

કોણ છે ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની પત્ની ઉત્કર્ષા પવાર ? ક્રિકેટમાં ખૂબ કમાવી ચૂકી છે નામ

કોણ છે CSK ટીમના નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ? જેણે IPLમાં સંભાળી છે મહેન્દ્ર સિંહ ધોનીનીન રાજગદ્દી

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024 માટે ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. CSKએ IPL 2024 શરૂ થાય એના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે પુષ્ટિ કરી હતી કે એમએસ ધોનીએ ઋતુરાજ ગાયકવાડને કમાન સોંપી છે. ગાયકવાડની CSK સાથે IPLની શાનદાર સફર રહી છે અને તેણે ધોનીના ઉત્તરાધિકારી તરીકે ગણવામાં આવી રહ્યો હતો. માહીના સ્થાને હવે 27 વર્ષિય સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડ CSK ટીમની કમાન સંભાળશે.

જ્યારથી ઋતુરાજના CSKના નવા કેપ્ટન બનવાની વાત સામે આવી ત્યારથી તેના અંગત જીવન વિશે જાણવા ચાહકો પણ આતુર છે. જણાવી દઈએ કે આ સ્ટાર ખેલાડી પરિણીત છે. ગત સિઝનમાં ચેન્નાઈ ટીમ ચેમ્પિયન બન્યા બાદ ઋતુરાજે લગ્ન કર્યા હતા. ઋતુરાજે તેની મંગેતર અને મહિલા ક્રિકેટર ઉત્કર્ષ પવાર સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન 3 જૂન 2023ના રોજ મહાબળેશ્વરના રિસોર્ટમાં થયા હતા. ઉત્કર્ષા મહારાષ્ટ્રની ક્રિકેટર છે. તે તેના રાજ્ય માટે રમી છે. તે જમણા હાથની ઓલરાઉન્ડર છે, એટલે કે ઉત્કર્ષા બેટિંગ અને બોલિંગ બંને કરે છે.

તેણે નવેમ્બર 2021માં સિનિયર મહિલા ODI ટ્રોફીમાં પંજાબ સામે તેની છેલ્લી મેચ રમી હતી. હાલમાં તે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ સાયન્સ, પૂણેમાં અભ્યાસ કરી રહી છે. ઉત્કર્ષાનો જન્મ 13 ઓક્ટોબર 1998ના રોજ થયો હતો. ઋતુરાજ ગાયકવાડની વાત કરીએ તો, તે IPL 2023માં શાનદાર ફોર્મમાં હતો. તેણે 16 મેચની 15 ઇનિંગ્સમાં 42.14ની એવરેજ અને 147.50ની સ્ટ્રાઇક રેટથી 590 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 46 ચોગ્ગા અને 30 છગ્ગા પણ આવ્યા હતા.

તેણે આ સિઝનમાં ચાર અડધી સદી પણ ફટકારી હતી અને તેની સૌથી મોટી ઇનિંગ 92 રનની હતી.ભારત માટે એક ODI અને નવ T20 રમી ચૂકેલા ઋતુરાજે દેશ માટે કુલ 154 રન બનાવ્યા છે. તેણે ટી20માં પણ અડધી સદી ફટકારી છે. જો કે, સતત તકો મળે ત્યારે તે વધુ સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. ઋતુરાજે 6 ઓક્ટોબર 2016ના રોજ રણજી ટ્રોફીથી પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે મહારાષ્ટ્ર માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તેણે 2 ફેબ્રુઆરી 2017ના રોજ 2016-17 ઇન્ટર સ્ટેટ ટી20 ટૂર્નામેન્ટમાં મહારાષ્ટ્ર માટે ટી20 ડેબ્યૂ કર્યું હતું.

2016-17 વિજય હજારે ટ્રોફીમાં 25 ફેબ્રુઆરી 2017ના રોજ રુતુરાજે મહારાષ્ટ્ર માટે લિસ્ટ Aમાં પ્રવેશ કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં, તેણે 7 મેચમાં 63.42 ની એવરેજથી 444 રન બનાવ્યા. ઋતુરાજે જૂન 2019માં ઈન્ડિયા-A ટીમ તરફથી રમતા શ્રીલંકા-A સામે અણનમ 187 રન બનાવ્યા. 2021 મુશ્તાક અલી ટ્રોફીમાં, રુતુરાજે ટીમ મહારાષ્ટ્રની કેપ્ટનશીપ કરી અને 5 મેચમાં 51.80ની સરેરાશથી 259 રન બનાવ્યા. 2021-22 વિજય હજારે ટ્રોફીમાં, તેણે ચાર સદી ફટકારી અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારવાના વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી.

ચેન્નાઈ ટીમના સ્ટાર ઓપનર રુતુરાજે 28 જુલાઈ 2021ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. તેણે શ્રીલંકા સામે કોલંબો ટી20 મેચ રમી હતી. આ મેચમાં તેણે 18 બોલમાં 21 રન બનાવ્યા હતા. IPL 2019ની હરાજીમાં ઋતુરાજને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ ખરીદ્યો હતો. પરંતુ 2020માં તેને IPLમાં ડેબ્યૂ કરવાની તક મળી. રૂતુરાજે 2021 IPLમાં સૌથી વધુ 635 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી અને તેને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. 2022 IPL મેગા ઓક્શનમાં ઋતુરાજને ચેન્નાઈ સુપર કિંગ્સે 6 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.

જણાવી દઈએ કે ઋતુરાજ ચેન્નાઈ ટીમનો ચોથો કેપ્ટન છે. ધોની ઉપરાંત આ પહેલા રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈના કેપ્ટનશીપ કરી ચુક્યા છે. ધોનીએ 212 મેચોમાં ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ કરી છે. જ્યારે જાડેજાએ 8 અને રૈનાએ 5 મેચમાં કેપ્ટનશીપ કરી છે.ઋતુરાજે આઈપીએલમાં અત્યાર સુધીમાં 52 મેચ રમી છે. ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી એક સિઝન માટે ઋતુરાજને 6 કરોડ રૂપિયા ચૂકવી રહી છે. જ્યારે ધોનીને 12 કરોડ રૂપિયા મળી રહ્યા છે. આ રીતે IPLમાં ઋતુરાજની ફી ધોની કરતા અડધી છે.

Shah Jina